રાજકોટ: ગુજરાતમાં ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. તેમાં પણ સૌરાષ્ટ્રની રાજનીતિ તો કાંઇ અલગ છે. રાજકોટ કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શહેરની એક સભાનાં સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કોંગ્રેસનાં આ ઉમેદવારે આપનાં અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ છે કે, 'કેજરીવાલને મુસ્લિમોના મત જોઈએ છે પરંતુ દાઢીવાળા અને ટોપીવાળા સાથે ફોટા પાડવાની ના પાડે છે. ઇસુદાન ગઢવી મુસ્લિમો સાથે ફોટોના પડાવે અને તે પણ ભાગી જાય છે.' આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં આ ઉમેદવાર થોડા સમય માટે આપમાં જોડાયા હતા. જે બાદ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
આપનાં સુપ્રીમો પર પ્રહાર
રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જંગલેશ્વર વિસ્તારમાં જાહેરસભામાં આપ પક્ષ પર અનેક મોટા પ્રહાર કર્યા છે. તેમણે પોાતના સંબોધનમાં જણાવ્યુ છે કે, 'કેજરીવાલને મુસ્લિમોના મત જોઈએ છે પરંતુ દાઢીવાળા અને ટોપીવાળા સાથે ફોટા પાડવાની ના પાડે છે. ઇસુદાન ગઢવી મુસ્લિમો સાથે ફોટોના પડાવે અને તે પણ ભાગી જાય છે. નોંધનીય છે કે, કોંગ્રેસનાં ઇન્દ્રનીલ થોડા સમય માટે કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા. જે બાદ ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
આ સાથે ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ કે, હિન્દુ મુસ્લિમ નહી જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપ કરી રહ્યા છે. મારા પર મહાદેવની દયા છે અને અલ્લાહની દયા છે. લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. આ સાથે તેમણે જણાવ્યુ કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. બે નારા મારે એક સાથે બોલવા છે, હું અલ્લાહ હુ અકબર બોલું તમે મહાદેવ બોલજો. આપણને જુદા કરવા માંગે છે એ લોકો ને ખબર પડવી જોઈએ કે અમે ઇન્સાન છીએ.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોર્પોરેટર વસરામ સાગઠિયા આ વર્ષનાં એપ્રિલ મહિનામાં AAPમાં જોડાયા હતા. આપમાં જોડાનાર ઇન્દ્રનીલ રાજગુરુએ તે સમયે કહ્યું હતું કે, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આમ આદમી પાર્ટી કરી શકે છે. કટ્ટર ઇન્સાનિયત, કટ્ટર નિયત, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું પંજાબ અને દિલ્હીનું રાજ્યની જીતે પુરવાર કરી દીધું છે. ત્યાં અધિકારીઓ પૈસા લેતા બીવે છે, જે આપણે ગુજરાતમાં નથી જોઈ શકતા. તે પંજાબમાં થોડા જ દિવસોએ કરી બતાવ્યું છે.