રાજકોટ: બે સંતાનોની વિધવા માતાએ આરોપી ચેતન ધામેલિયા વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી 37 વર્ષે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવનારા ચેતન ધામેલીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 406 હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ચેતન ધામેલીયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
પોલીસને આપેલી ફરિયાદમાં 37 વર્ષીય જણાવ્યું છે કે, પાંચ વર્ષ પૂર્વે તેના પતિનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેના બંને સંતાનોની સાર સંભાળ રાખવાની જવાબદારી તેની છે. તો સાથે જ છેલ્લા 20 વર્ષથી તે બ્યુટી પાર્લરના ધંધા સાથે સંકળાયેલી છે. ચાર વર્ષ પૂર્વે કુવાડવા રોડ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દુકાનોની હરાજી કરવામાં આવનાર હોય જે સંદર્ભે હું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવનારા ચેતન ધામેલીયાના સંપર્કમાં આવી હતી. ત્યારે ચેતને પણ મને કહ્યું હતું કે મારી ચાર વખત સગાઈ તૂટી ચૂકી છે. તેમજ જેતપુરની છોકરી સાથે મારે એક વર્ષ સુધી લગ્ન સંબંધ રહ્યો હતો ત્યારબાદ તેની સાથે પણ લગ્ન સંબંધ તૂટી ગયો છે.
ફરિયાદીએ વધુંમાં કહ્યું કે, તેણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે તારા બંને બાળકોની સાર સંભાળ હું રાખીશ. તેમજ આપણે લગ્ન કરી લઈશું. આમ મને વિશ્વાસમાં લઈ મહાનગરપાલિકાની કચેરીની પાછળ તેમજ મારા બ્યુટી પાર્લર ખાતે ચેતન ધામેલીયા દ્વારા મારી સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા. દરમિયાન મને ખબર પડી કે ચેતનના લગ્ન નક્કી થઈ ચૂક્યા છે. જેથી હું ગત 29મી તારીખના રોજ તેના માંડવાના પ્રસંગમાં તેના ઘરે પહોંચી હતી.
આ દરમિયાન તેના ઘરે પહોંચી મેં તને કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી તું મારી સાથે પતિની જેમ વર્તે છે. હવે તારે બીજા લગ્ન કરવા છે? ત્યારે તેણે મને કહ્યું હતું કે હા મારે બીજા સાથે લગ્ન કરવા છે ને તારા અને મારા સંબંધ પુરા. જેના કારણે મારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. પોલીસે અત્યારે મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.