Home /News /rajkot /રાજકોટ: પેપર નબળું જતા વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત, ઘરે ઝેરી દવા પી લીધી

રાજકોટ: પેપર નબળું જતા વધુ એક વિદ્યાર્થિનીનો આપઘાત, ઘરે ઝેરી દવા પી લીધી

માલવિયાનગર પોલીસ સ્ટેશન

Rajkot suicide case: રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલી શોભના સોસાયટીમાં રહેતી શ્વેતાબેન મનસુખભાઈ હાપલીયા (Shweta Hapaliya) નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ : રાજકોટમાં વધુ એક યુવતીએ ઝેરી દવા પીને આપઘાત (Girl commits suicide) કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતી કૉલેજમાંથી પેપર દઈને ઘરે પરત આવી હતી. જે બાદમાં તેણીએ આપઘાત (Suicide) કરી લીધી હતો. મળતી માહિતી પ્રમાણે પેપર દઈને ઘરે આવ્યા બાદ યુવતીને તેના પિતાએ પેપર વિશે પૂછપરછ કરી હતી. જોકે, કૉલેજિયન યુવતીએ કોઈ જવાબ આપ્યો ન હતો અને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. બાદમાં તપાસ કરતા તેણીએ આપઘાત કરી લીધાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલાની જાણ માલવિયાનગર પોલીસ (Malviyanagar Police Station)ને થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મવડી રોડ પર આવેલી શોભના સોસાયટીમાં રહેતી શ્વેતાબેન મનસુખભાઈ હાપલીયા (Shweta Hapaliya) નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ ઝેરી દવા પી લેતા તેને ગંભીર અસર પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ માલવિયાનગર પોલીસમાં થતા માલવિયાનગર પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

ઝેરી દવા પીને આપઘાત


પોલીસ તરફથી જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ મૃતક યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસે મૃતકની લાશને પરિવારજનોને સોંપી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી મંગળવારના રોજ બપોરે પેપર દઈને ઘરે આવી હતી. ત્યારબાદ પોતાના રૂમમાં જઈ તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
" isDesktop="true" id="1196494" >

પેપર વબળું ગયું હોવાથી આપઘાત કર્યાંની આશંક


પરિવારજનો શંકા છે કે દીકરીનું પેપર નબળું (Girl ends life after poor performance in exam) ગયું હોવાથી તેણીએ આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધું હશે. આગળ પોલીસ તપાસમાં આત્મહત્યા મામલે કોઈ અન્ય તથ્ય સામે આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

આ પણ વાંચો: 'સરપંચથી સંસદ સુધી પાટીદાર હોવા જોઈએ,' નરેશ પટેલના નિવેદન પર કોળી સમાજનો વિરોધ

ધો-10ની વિદ્યાર્થિનીએ કર્યો હતો આપઘાત


ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ ધોરણ 10ની રિપિટર વિદ્યાર્થિનીના સળંગ બે પેપર નબળા જતા તેણીએ પોતાના ઘરે બાથરૂમમાં પેટ્રોલ છાંટી શરીરે આગ ચાંપી લીધી હતી. સમગ્ર મામલે પીડિતાને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: આત્મહત્યા, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો