Home /News /rajkot /

રાજકોટ: વ્હાલુડીને ગંગાજળ પીવડાવવા જતા મળી આવી અંતિમ ચિઠ્ઠી, શબ્દો વાંચીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં માતાપિતા

રાજકોટ: વ્હાલુડીને ગંગાજળ પીવડાવવા જતા મળી આવી અંતિમ ચિઠ્ઠી, શબ્દો વાંચીને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં માતાપિતા

અંતિમ ચિઠ્ઠી લખી યુવતીનો આપઘાત

Rajkot girl suicide: જોગાનુજોગ યુવતીએ સુનીલના લગ્નના બીજા દિવસે આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો પણ ઉઠી રહ્યા છે. જે દિવસે યુવતીએ આપઘાત કર્યો તેના આગલા દિવસે સુનીલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી.

રાજકોટ: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે પાડોશમાં રહેતા સુનીલ કુકડિયા વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં સુનીલ કુકડિયાનું નામે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી ગ્રેજ્યુટ યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. દીકરી એટલે ફાંસો ખાઇ લીધાની જાણ ફરિયાદીના ભત્રીજાએ ફરિયાદીને કરતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા મૃતકના પિતા ઘરે દોડી ગયા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

અંતિમ ચિઠ્ઠી મળી આવી


ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડી હતી. થોડા સમય માટે પરિવાર પણ વિશ્વાસ કરી શક્યો ન હતો કે તેમની વ્હાલુડી હવે આ દુનિયામાં નથી રહી. પરિવારજનો જ્યારે પોતાની પુત્રીને અંતિમવિધિ અર્થે ગંગાજળ પીવડાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે મંદિરમાં રહેલા ગંગાજળની બોટલ લેવા જતાં કૂળદેવીના ફોટાની નીચેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. આ અંતિમ ચીઠ્ઠી મૃતકે લખી હતી. ચિઠ્ઠીમાં યુવતીએ લખ્યું હતું કે, "પડોશમાં રહેતા સુનીલ કુકડિયાના કારણે હું આત્મહત્યા કરું છું. સુનીલ કુકડિયાએ મને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો છે. મારા માતા-પિતાને પણ ગાળો આપી છે."

આ પણ વાંચો: 'સોરી પાપા, સુનીલના કારણે આત્મહત્યા કરું છું'

rajkot suicide case
યુવતીના પિતા

સુનીલના લગ્નના બીજા દિવસે જ કર્યો આપઘાત


જોગાનુજોગ યુવતીએ સુનીલના લગ્નના બીજા દિવસે આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો પણ ઉઠી રહ્યા છે. જે દિવસે યુવતીએ આપઘાત કર્યો તેના આગલા દિવસે સુનીલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. બીજી તરફ યુવતી અને સુનીલ વચ્ચે ભૂતકાળમાં પ્રેમ પાંગર્યો હોવાની ચર્ચા પણ હાલ ચાલી રહી છે. યુનિવર્સિટી પોલીસ પૂછપરછમાં આરોપી સુનીલ શું તથ્યો જણાવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

સંતાનો માતાપિતા સાથે ખુલ્લા મને વાત કરે


મીડિયા સાથેની વાતચીતમાં મૃતક દિપાલીના પિતા રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે, "પાડોશમાં રહેતા સુનીલ કુકડિયા મારી દીકરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને મારી દીકરીએ અંતિમ પગલું ભર્યું છે. આ મામલે સમગ્ર વિસ્તારના રહેવાસીઓ એકઠા થઇને પોલીસ કમિશનરને ન્યાય અપાવવા માટે પણ રજૂઆત કરવા જવાના છીએ." દિપાલીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આવું આત્યંતિક પગલું ભરતા પહેલા સંતાનો ખુલ્લા મને પોતાના માતાપિતા સાથે વાતચીત કરે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Love, આત્મહત્યા, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર