Home /News /rajkot /ઓરેન્જ એલર્ટ જાહેર: હિટવેવથી બચવા માટેનાં આ રહ્યાં ઉપાયો

ઓરેન્જ એલર્ટ જાહેર: હિટવેવથી બચવા માટેનાં આ રહ્યાં ઉપાયો

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાનો પારો ઊંચે ચડ્યો છે.ગઇકાલે સિઝલનો સૌથી ગરમી દિવસ રહ્યો.કંડલા એરપોર્ટનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.તો 10 શહેરોનું તાપમાંન 43 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.અને હજુ પણ આગામી બે દિવસ તો તાપમાન અને હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.હિટવેવમાં બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

દિવસ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય તથા ખાસ કરીને બપોરના ૧૨ થી ૪ સમય દરમિયાન બહાર જવાનું ટાળવું.

અમદાવાદ; ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દીવાસો માટે ઓરેન્જ એલર્ટ (વધુ ગરમ-હીટ એલર્ટ ડે) જાહેર કરેલું છે. જયારે વાતવરણનું તાપમાન ૪૩.૩ ડિગ્રી થી ૪૪.૯ ડિગ્રી થાય ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે.

ઓરેન્જ એલર્ટ દરમિયાન વધતી ગરમીના કારણે હીટ સ્ટ્રોક (થકાવટ) , હીટ ક્રેમ્પ્સ (સ્નાયુમાં દુ:ખાવો અને ખેચાણ) માથાનો દુ:ખાવો, નબળાઈ, હીટ સીન્કોપ

– કોઈ ખેંચ કે સ્ટ્રોકની બીમારી ના હોવા છતાં બેભાન થઇ જવું, બદલાયેલી માનસિક સ્થિતિ વગેર થવાની શક્યતા છે.

હિટવેવની અસરથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવાથી (ડીહાયડ્રેશન) થી માથું દુ:ખવું, હૃદયના ધબકારા વધીજવા , ચામડી સુકી થઇ જવી, શરીરનું તાપમાન વધી જવું જેવા ચિહ્નો જણાય છે જે ગંભીર નિશાની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરેન્જ એલર્ટને અનુલક્ષીને 3P નો કન્સેપ્ટ(Concept) જાહેર કરેલ છે. P=પ્રોટેક્શન (રક્ષણ), P= પ્રિકોશન(સાવચેતી ) , P=પ્લેન્ટી ફ્લુઇડ (વધુ પ્રવાહી)

પ્રોટેક્શન(રક્ષણ) :

દિવસ દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય તથા ખાસ કરીને બપોરના ૧૨ થી ૪ સમય દરમિયાન બહાર જવાનું ટાળવું.

દિવસ દરમિયાન સુતરાઉ, આછા કલરના કલરના . પહોળા કપડા પહેરવા.

બહાર નીકળવાનું થાય ત્યારે ગોગલ્સ, છત્રી, કેપ, તથા સનસ્કીન લોશનનો ઉપયોગ કરવો.

બહાર જતી વખતે પીવાના પાણીની બોટલ અવશ્ય સાથે રાખવી.

પ્રિકોશન (સાવચેતી) :

સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો, મેદસ્વી લોકો, તથા લાંબી બીમારીથી પીડિત લોકોએ ખાસ તકેદારી રાખવી

અશક્ત તથા હૃદય, કીડની અને કેન્સર જેવા રોગના દર્દીઓ એ સાવચેતી રાખવી.

વધારે શ્રમ પડે તેવી કામગીરી ન કરવી.

દિવસ દરમિયાન શ્રમિકો તથા સતત તડકામાં કામ કરતા લોકોએ થોડા થોડા સમયે છાયડા તથા ઠંડક વાળી જગ્યાએ આરામ કરવો. કામકાજની જગ્યા એ

સ્વચ્છ અને પીવા લાયક પાણીની પુરતી વ્યવસ્થા કરવી.

દિવસ દરમિયાન બંધ વાહનોમાં મુસાફરી કરવાનું ટાળો.

ઘરમાં સ્ત્રીઓએ બપોરની રસોઈ બનાવવાનો સમય વહેલો કરવો તેમજ રસોઈ બનાવતી વખતે હવાની અવર જવર રહે તે માટે બારી–દરવાજા ખુલ્લા રાખવા.

ચા –કોફી કે અન્ય કેફી પીણાનો ઉપયોગ ટાળવો.

દૂધ તથા માવાની મીઠાઈ તેમજ અન્ય ભારે ખોરાક નો ઉપયોગ ટાળવો.

વાસી, તળેલો, ફરસાણ, કે વધુ પ્રોટીન વાળો ખોરાક ટાળવો.

પ્લેન્ટી ફ્લુઇડ (વધુ પ્રવાહી) :

શરીરમાં ગરમીના કારણે ડીહાયડ્રેશન થતુ રોકવા પુષ્કળ માત્રામાં પ્રવાહી લેવું.

દિવસ દરમિયાન તરસ લાગે તેનાથી વધારે શુધ્ધ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ.

શરીરને ઠંડક આપે એવા પીણા લેવા જેવા કે છાસ, શીકન્જી, લીંબુ શરબત, વરીયાળી શરબત, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો.

તરબુચ, શક્કરટેટી, મોસંબી, સંતરા, દ્રાક્ષ, જેવા જ્યુસી એટલે કે રસવાળા ફળોનો ઉપયોગ વધારવો.

લૂ લાગવાના ચિહ્નો જણાય તો ORS (ઓરલ રીહાયડ્રેશન સચેટ) એટલે કે (ખાંડ+મીઠું)ના દ્રાવણનો ઉપયોગ કરવો.

ઘરગથ્થું ORS (ઓરલ રીહાયડ્રેશન સચેટ) બનાવવાની રીત

૬ ચમચી ખાંડને ૧ લીટર શુધ્ધ પીવા લાયક પાણીમાં ઓગાળવી.

આ દ્રાવણમાં ૧ ચમચી મીઠું (નમક) ઉમેરવું.

હવે આ દ્રાવણને પીવા માટે ઉપયોગ કરી શકાય.
First published:

Tags: Advisory, Civic body, IMD, ORANGE ALERT, People, ગુજરાત