Home /News /rajkot /રાજકોટ મગફળીના ગોડાઉનમાં આગઃ સીઆઈડી ક્રાઇમે શરૂ કરી તપાસ

રાજકોટ મગફળીના ગોડાઉનમાં આગઃ સીઆઈડી ક્રાઇમે શરૂ કરી તપાસ

    રાજકોટમાં મગફળીન ગોડાઉનમાં લાગેલી આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબૂ નથી મેળવાયો. રિપોર્ટ્સ પ્રમાણે આગ પર પૂરી રીતે કાબૂ મેળવતા હજી 30થી વધારે કલાકનો સમય લાગી શકે છે. બીજી તરફ ગોડાઉનમાં આગ લાગવા બાબતે સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી દીધી છે. આ માટે સીઆઈડી ક્રાઈમની ટીમ સવારે જ શાપર પહોંચી હતી. સીઆઈડી ક્રાઇમ તપાસ માટે પહોંચી ત્યારે મીડિયા કર્મીઓને બહાર જ રહેવાનો આદેશ કરાયો હતો.

    આગ યથાવત્

    શાપરના ગુજકોટના મગફળીના ગોડાઉમાં લાગેલી આગ બીજા દિવસે પણ થયાવત્ રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે 40થી વધારે ફાયરની ટીમો આગ બૂઝાવવા માટે પ્રયાસરત છે. એવી પણ માહિતી મળી રહી છે કે આગને બુઝાવવા માટે આસપાસના વિસ્તારમાં પાણીની તંગી હોવાને કારણે પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આગ પર કાબૂ મેળવવામાં હજી બે દિવસ લાગી શકે છે.

    મગફળીના ગોડાઉનોમાં આગ પાછળ કાવતરું: ફળદુ

    રાજ્યમાં ગુજકોટ(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ) અને નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.)ના ગોડાઉનોમાં વારંવાર લાગતી આગ પાછળ કોઈ કાવતરું હોવાનું સોમવારે ખુદ સરકારે કબૂલ કર્યું હતું. આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા રાજ્યના કૃષી મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, 'તાજેતરમાં શાપર ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને કારણે રૂપિયા ત્રણ કરોડ જેટલું નુકસાન થયું છે. વારંવાર આગ લાગવા પાછળ કોઈ કાવતરું હોવાની ગંધ આવી રહી છે. કોઈ તત્વો આવું કૃત્ય કરીને સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.'

    ગુજકોટ અને નાફેડના ગોડાઉનમાં જ કેમ આગ?

    નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી રાજ્યમાં આવેલા ગુજકોટ અને નાફેડના ગોડાઉનમાં જ આગ લાગી રહી છે. બે મહિના પહેલા ગોંડલના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. 13મી માર્ચે રાજકોટ ખાતે ગુજકોટના ગોડાઉમાં કરોડો રૂપિયાના બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. બાદમાં જામનગર અને ગાંધીધામમાં પણ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખાલી સરકારી ગોડાઉનોમાં જ કેમ શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણથી આગ લાગે છે?

    અત્યાર સુધી ક્યાં ક્યાં આગ લાગી?

    - 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી. બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાખ થઈ ગયો.
    - બે મહિના પહેલા ગોંડલના ઉમરાળા રોડ પાસે જીનિંગ મિલમાં વેરહાઉસમાં રાખવામાં આવેલ ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીના જથ્થામાં આગ ભભૂકી હતી. આ આગમાં બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ હતી.
    - બીજી જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અહીં અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CID crime, આગ, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन