રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં બનાવવામાં આવેલા રામવનમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલે રામનવમી હોવાથી રામવનમાં બાળકો અને સિનિયર સિટિઝનને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં બનાવવામાં આવેલા રામવનમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલે રામનવમી હોવાથી રામવનમાં બાળકો અને સિનિયર સિટિઝનને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
Mustufa Lakdawala,Rajkot : આવતીકાલે રામ નવમી છે.રામ નવમી એટલે ભગવાન રામનો દિવસ.આ દિવસે સૌ ભક્તો ભક્તિ ભાવથી ભગવાન રામની પૂજા કરશે. ત્યારે રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં બનાવવામાં આવેલા રામવનમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલે રામનવમી હોવાથી રામવનમાં બાળકો અને સિનિયર સિટિઝનને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. જેથી રામનવમીના દિવસે દરેક શહેરીજનોને રામવનની મુલાકાત લેવા માટે અપિલ કરવામાં આવી છે.
ચેરમેન પુષ્કળ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા આજીડેમ પાસે રામવન અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. જ્યાં ભગવાન રામના જીવનને લગતા પ્રસંગો બતાવવામાં આવ્યાં છે.જેને અલગ અલગ સ્લપચર અને અલગ અલગ સેટ બનાવવામાં આવ્યાં છે.
લોકો માટે ખાસ આ પ્રકારનું રામવન બનાવવામાં આવ્યું છે. લોકો નિહાળે અને બાળકો ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લે તે આશયથી આ રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહિંયા લોકો માટે અન્ય સુવિધાઓ પણ રાખવામાં આવી છે.
ત્યારે આવતીકાલે રામનવમી છે. ત્યારે રામનવમી નિમિત્તે 12 વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટિઝન્સ માટે ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે.રામવનની અંદર 3 અલગ અલગ ફુડ કોર્ટ છે.કોન્ફરન્સ રૂમ છે, અલગ અળગ સ્કલપચર છે. જો કોઈ સ્કુલના બાળકો આવે તો કોન્ફરન્સ રૂમમાં પ્રેઝન્ટેશન કરવું હોય તો પણ થઈ શકે છે. અહિંયા ભગવાન રામની 40 ફુટ ઉંચી પ્રતિમા છે.આ પ્રતિમા રોડ પરથી પણ જોઈ શકાઈ છે. ત્યારે રાજકોટ મનપાની અપિલ છે કે, આવતીકાલે રામનવમી છે. ત્યારે આ પ્રસંગે બાળકો સાથે અવશ્ય રામવનની મુલાકાત લેવી.