Home /News /rajkot /રાજકોટ: ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ઉપર કેમિકલ સ્પ્રે છાંટી હુમલો કરાયો, બે કર્મીઓને હૉસ્પિટલ ખસેડાયા

રાજકોટ: ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ઉપર કેમિકલ સ્પ્રે છાંટી હુમલો કરાયો, બે કર્મીઓને હૉસ્પિટલ ખસેડાયા

રાજકોટમાં ઢોર પાર્ટી પર હુમલો

Rajkot stray cattle catcher party : આ બાબતે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમારા ઉપર હુમલાઓ બંધ નહીં થાય અને અમને યોગ્ય સુરક્ષા નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કામથી અળગા રહીશું.

રાજકોટ: ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યભરનું તંત્ર રખડતા ઢોરને પકડવા બાબતે સાબદુ બન્યું છે. બીજી તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં પણ કડકાઈ જોવા મળી રહી છે. આ તમામ સંજોગોની વચ્ચે હાલ રાજકોટ શહેરમાં રાઉન્ડ ધ ક્લોક રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં રાત્રિના સમયે પણ ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ ઉપર હુમલાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના અમૂલ સર્કલ પાસે વહેલી સવારે છ વાગ્યે ઢોર પકડ પાર્ટીના ડ્રાઇવર તેમજ મજૂર ઉપર બે અજાણ્યા શખ્સોએ કેમિકલ સ્પ્રે છાંટી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઢોર પકડ પાર્ટીના ડ્રાઇવર અને મજૂરના આંખમાં કેમિકલ સ્પ્રે છાંટવામાં આવતા બંનેને આંખના ભાગે બળતરા ઉપડી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી બંનેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાત્રે કાર લઈને બહાર નીકળતા પહેલા સાવધાન

બીજી તરફ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા અનેક કર્મચારી મંડળના પ્રમુખ કશ્યપ શુક્લ રજૂઆત માટે કમિશનર પાસે પહોંચ્યા હતા. ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને સઘન સુરક્ષા આપવાની માંગ સાથે કમિશનર રજૂઆત પણ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ઢોર પકડ પાર્ટી ઉપર હુમલો થયાની ઘટના સામે આવી હોવાનું કશ્યપ શુક્લએ જણાવ્યું હતું. તો ઢોર પકડ પાર્ટીમાં સામેલ પોલીસની કામગીરી નબળી હોવાની વાત પણ કર્મચારી મંડળના પ્રમુખે કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં ફરી એકવાર જાહેરમાં તલવારો ઉડી, એકની હત્યા 

આ બાબતે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમારા ઉપર હુમલાઓ બંધ નહીં થાય અને અમને યોગ્ય સુરક્ષા નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે કામથી અળગા રહીશું. જો કોર્પોરેશન ઈચ્છતું હોય કે અમે અમારી કામગીરી ચાલુ રાખીએ તો અમને સંતોષકારક સુરક્ષા આપવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઢોર પકડ પાર્ટીની સાથે રાજકોટ શહેર પોલીસ ના કર્મચારીઓ તેમજ એસઆરપીના જવાનો સાથે રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Stray Cattle, પોલીસ, રાજકોટ, હાઇકોર્ટ