Home /News /rajkot /Rajkot: 'હવે આવ્યો આત્મવિશ્વાસ' પાકિસ્તાનથી આવેલા નાગરિકોનું શું કહેવું છે, જુઓ વીડિયો

Rajkot: 'હવે આવ્યો આત્મવિશ્વાસ' પાકિસ્તાનથી આવેલા નાગરિકોનું શું કહેવું છે, જુઓ વીડિયો

X
 પાકિસ્તાનથી

 પાકિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોમાં ઉત્સાહ

પાકિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકતા મળતાં આ વખતે પ્રથમવાર તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરશે

  Mustufa Lakdawala,Rajkot : મતદાન એ બધા નાગરિકોની પવિત્ર ફરજ છે. સંપૂર્ણ મતદાન થાય તો જ યોગ્ય નેતાચૂંટાઇને આવે અને લોકશાહીમાં લોકોના કામો થાય.પણ આપણામાંથી જ ઘણા લોકો એવા છે કે જેઓ પોતાના મતનો ઉપયોગકરતા નથી.ત્યારે રાજકોટમાં જેઓને પ્રથમ વખત મતદાનનો અધિકાર મળવાનો છે તેવા 135 પાકિસ્તાની નિરાશ્રીતો પહેલીવારમતદાન કરવાના હોવાથી ખુશી જોવા મળી રહીં છે. રાજકોટમાં પાકિસ્તાનથી અનેક લોકો સ્થાયી થવા લાગ્યા છે. જેમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ઘણા પરિવારોનેભારતીય નાગરિતા મળી ચૂકી છે. આ સાથે જ તેમને ચૂંટણીકાર્ડ પણ મળી ગયા છે.. જેથી આવા 135 લોકો આ વખતે પહેલીવારવિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મતદાન કરશે. જેના માટે તેઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  પાકિસ્તાનના કરાંચીમાંથી રાજકોટ આવેલા શક્તિ માતંગની સાથે તેમના અન્ય 6 પરિવારજનોને પણ મતાધિકાર મળતા ખુશીવ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી કાર્ડ અમારી સાચી ઓળખ છે. અમે હવે વધુ આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકીએછીએ. લોકો હવે અમને માનથી જુએ છે. અમે હવે નિશ્ચિંતપણે હરીફરી શકીએ છીએ.  22 વર્ષીય યુવતી કેશર પાતરીયાએ જણાવ્યું કે મતાધિકાર સાથે યોગ્ય વ્યક્તિને ચૂંટી દેશના ભવિષ્ય નિર્માણ કરવાનું આપણાહાથમાં છે. ત્યારે આપણે સૌએ મતદાન ચોક્કસ કરવું જોઈએ. વધુમાં તેમને જણાવ્યું કે અમને અહીં ઉજજવળ ભવિષ્ય દેખાય છે. અમારી કારર્કીદી બનાવવા માટે અહીં ખુબ સારું વાતાવરણ છે.

  હજુ બે મહિના પહેલા જ જેમને ચૂંટણીકાર્ડ મળ્યું છે તે સુનિલ મહેશ્વરી જણાવે છે કે તેઓ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકેનોકરી કરી જીવન વિતાવે છે. તેઓ મતદાર કાર્ડનું મહત્વ સારી રીતે જાણે છે. મતાધિકાર સાથે તેઓ સંપૂર્ણ ભારતીય હોવાનું ગર્વઅનુભવે છે.  ચૂંટણી કમિશન, ગુજરાત તેમજ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ અને તેમની ટીમ દ્વારા મોટી સંખ્યામાંલોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અર્થે સુંદર પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે, પાકિસ્તાનથી ભારત આવેલાનાગરિકોને લોકશાહીમાં મતાધિકાર સાથે તેમની સહભાગિતા થવાથી બ્રાન્ડ એમ્બેસેડર સમાન પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
  First published:

  Tags: Local 18, પાકિસ્તાન, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन