Home /News /rajkot /Union Budget 2023: બજેટ રજુ થાય તે પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે નાણાંમંત્રીને પત્ર કેમ લખ્યો?

Union Budget 2023: બજેટ રજુ થાય તે પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે નાણાંમંત્રીને પત્ર કેમ લખ્યો?

આગામી બજેટ રજુ થાય તે પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માંગ

બજેટ રજુ થાય તે પહેલા નવા અને જૂના ટેક્સ સ્લેબ અંગેની ચર્ચાઓએ જોર પકડી લીધુ છે.ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકવેરાની મર્યાદા વધારવા માટે માંગ કરી છે.

    Mustufa Lakdawala,Rajkot : બજેટ 2023-24ની રજૂઆતની તારીખ નજીક આવતાની સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે નાણામંત્રી સીતારમણને પત્ર લખીને રજુઆત કરી છે.જો કે બજેટ રજુ થાય તે પહેલા નવા અને જૂના ટેક્સ સ્લેબ અંગેની ચર્ચાઓએ જોર પકડી લીધુ છે.ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવકવેરાની મર્યાદા વધારવા માટે માંગ કરી છે..

    આવકેવરાની અઢી લાખની મર્યાદાને વધારેની 5 લાખ કરવામાં આવે તેવી માંગ
    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે નાણામંત્રીને પત્ર લખીને માંગ છે કે એપ્રિલ 2020થી નવેમ્બર 2022 દરમિયાન દેશમાં ટેક્સ કલેક્શનમાં જે 23 ટકા વધારો થયો છે.જેમાં 61.80 ટકા રકમ કરદાતાઓએ ફરી છે.જેથી 80સી અંતર્ગત મળવાપત્ર ડિડકશન મર્યાદા દોઢ લાખથી વધારીને 3 લાખ કરવામાં આવે.આ સાથે જ આવકેવરાની અઢી લાખની મર્યાદાને વધારેની 5 લાખ કરવામાં આવે તેવી માંગ કરી છે.



    ટેક્સના TDSમાં મુક્તી આપવા માંગ

    આ સાથે જ સેક્શન 206C(1H) અંતર્ગત નિકાસકારોને ટેક્સના TDSમાં મુક્તી આપવા માંગ કરી છે.આ સાથે જ આ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારેને 10 લાખ કરવા વિનંતી કરી છે.સાથે જ સેક્શન 194 R અંતર્ગત કપાતપાત્ર ટેક્સ નોન મોનેટરી અથવા અન્ય લાભોમાં લાગુ પડે તેવી માંગ કરી છે.

    બધા માટે એક જ સરખો ટેક્સ કરવા માંગ

    એસએલપી અને ભાગીદારી પેઢીઓએ 1 કરોડથી વધુ વાર્ષિક આવકના કિસ્સામાં 35.95 ટકા જેવો ટેક્સ ભરવાનો હોય છે. જ્યારે કોર્પોરેટ ક્ષેત્રને આવો ટેક્સ માત્ર 25.17 ટકા જ ભરવાનો હોય છે જે બધા માટે સરખો જ કરવામાં આવે તેવી માંગ છે. સાથે જ દરેક કંપનીઓ પાસેથી 15 ટકા ટેક્સ વસુલ કરવા માંગ કરી છે. જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોને તેમાં ફાયદો થાય.

    તબીબી ખર્ચની મર્યાદા વધારવા માંગ

    આ સાથે જ તબીબી ખર્ચની મર્યાદા વધારવા માટે પણ માંગ કરી છે. જેથી મધ્યમ વર્ગના લોકોને કોઈ મુશ્કેલી ન પડે.કારણ કે સિનીયર સિટીઝનોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેથી તે લોકોને રાહત મળે.

    રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરેલી અન્ય માંગો

    *કોણપણ પ્રકારના દેણા કે માંડવાણ કરાયેલી રકમ કોઈજાતનો બેનીફીટ ન હોવાને કારણે સેક્શન 194B અંતર્ગત ટેક્સ ભરપાઈ માટે ગણતરીમાં ન લેવું.
    * વર્લ્ડ બેંકના સુધારેયલા મુસદા મુજબ ભારતનો જીડીપી 6.5 ટકાથી વધીને 6.9 થવાનો અંદાજ છે.જે કુલ જીડીપી 6.4 ટકા ફિસ્કલ ડેફીસીટ પેટે પ્રાપ્ત થઈ શકે છે.
    * આ સાથે જ તબીબી ખર્ચની મર્યાદા વધારવા માટે પણ માંગ કરી છે. જેથી મધ્યમ વર્ગના લોકોને કોઈ મુશ્કેલી ન પડે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો