Home /News /rajkot /Rajkot: આ વ્યક્તિ એવા કાર્ટૂન બનાવે કે તમ્મર ચડી જાય, છેક રાષ્ટ્રપતિએ પણ લીધી નોંધ!

Rajkot: આ વ્યક્તિ એવા કાર્ટૂન બનાવે કે તમ્મર ચડી જાય, છેક રાષ્ટ્રપતિએ પણ લીધી નોંધ!

X
રાજકોટના

રાજકોટના આ કલાકાર પોલિટિકલ વ્યંગ દર્શાવતા કાર્ટૂન બનાવે છે જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યાં છે.

કાર્ટુનિસ્ટ પણ અલગ અલગ કાર્ટુન બનાવીને લોકો સુધી તેની ભાવના પહોંચાડી રહ્યાં છે આ સાથે જ લોકોની ભાવના પણ કાર્ટુનથી કાર્ટુનિસ્ટ સમજાવી રહ્યાં છે.

    Mustufa Lakdawala,Rajkot : ચૂંટણી પ્રચાર પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષ લોકોને પોતાના તરફ કરવા માટે મથી રહ્યાંછે. આ વચ્ચે સોશિયલ મીડિયા પણ પ્રચાર-પ્રસાર માટે ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.ત્યારે કાર્ટુનિસ્ટ પણ અલગ અલગકાર્ટુન બનાવીને લોકો સુધી તેની ભાવના પહોંચાડી રહ્યાં છે આ સાથે જ લોકોની ભાવના પણ કાર્ટુનથી કાર્ટુનિસ્ટ સમજાવી રહ્યાંછે. અત્યારે સોશિયલ મીડિયા પર ચૂંટણીને લગતા અલગ અલગ પ્રકારના મિમ્સ અને કાર્ટુન વાઈરલ થઈ રહ્યાં છે.. ત્યારે આજે અમે આપને એવા એક વ્યક્તિને મળવાવવા જઈ રહ્યાં છીએ કે છેલ્લા 10-15 વર્ષથી કાર્ટુન બનાવી રહ્યાં છે.આવો જાણી રાજકોટના કાર્ટુનિસ્ટ સંજય કોરિયા પાસેથી.

    રાજકોટના સંજય કોરિયાએ જણાવ્યું કે છું છેલ્લા 10-15 વર્ષથી સોશિયલ અને પોલીટીકલ કાર્ટુન બનાવુ છું. ઘણા માધ્યમો દ્વારામારા કાર્ટુન પ્રસારીત થતા રહે છે. સોશિયલ મીડિયા પર પણ મારા કાર્ટુનને ઘણો સારો પ્રતિસાદ મળે છે.એવામાં અત્યારેગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને સાથે સાથે લગ્નગાળો પણ છે.



    સંજય કોરીયાએ કહ્યું કે કલાકારો પોતાની કલા માધ્યમથી લોકોને જાગૃત કરવાનો હમેંશા પ્રયાસ કરી રહ્યાં છે. કોઇપણકલાકારનું નાનકડું ચિત્ર ઘણી બધી વાતો સમજાવી જાય છે. કાંઇ પણ શબ્દો ન લખ્યા હોય તેમ છતાં દરેકને જોનારને, તુરંત જસમજાય એવા વ્યંગ સાથેની વાતો સંજય કોરીયાના કાર્ટુનમાં હોય છે.

    સંજયભાઈએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી હું આ જ ફિલ્ડમાં કામ કરૂ છું.. સાથે સાથે બીજા કાર્ટુન પણ હું બનાવું છું. હું ચૂંટણી અનેપોલીટીકલ પર કાર્ટુન બનાવુ છું. સમાજમાં જે પણ ઘટના બને છે. તેના પરથી કાર્ટુન બનાવવામાં આવે છે. જ્યારે વોટ માંગવાનીવાત હોય ત્યારે રાજકીય પાર્ટી અને લોકો વચ્ચેના સંવાદનો કાર્ટુન બને છે.



    જેમ કે એક કાર્ટુનમાં નેતાઓ પ્રચાર કરવા નીકળ્યા હોય.ત્યારે બીજી તરફ મહિલાઓ એવુ કહે છે કે...'રોયાવ અમને તો એમ કેભુંડળા પકડવા આવ્યા સો....' કાર્ટુન એક સામાન્ય લોકોની ભાષા છે જે પોતાની રજુઆત કરે છે. કાર્ટુન એક મર્મ છે.

    આવા કાર્ટુન પાછળ કાર્ટુન બનાવનારની ભાવના અને લોકોની ભાવના જોડાયેલી હોય છે.હું રાજકીય નેતાઓના કેરી કેચર પણબનાવુ છું જેમ કે મે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું બનાવ્યું છે.નરેન્દ્ર મોદી સાહેબનું બનાવ્યું છે.મે નેશનલ લેવલના પણ કાર્ટુન બનાવ્યાછે.મે એક રાષ્ટ્રપતિનું કાર્ટુન બનાવ્યું હતું જેની નોંધ ખુદ રાષ્ટ્રપતિએ લીધી હતી અને તે કાર્ટુનને તેને રિટ્વિટ કર્યું હતું.



    કાર્ટુન માત્ર કટાક્ષ જ નહીં પણ શ્રદ્ધાંજલી છે, કોઈને સારો મેસેજ છે, સમાજમાં સારી વાત ફેલાવી અને લોકોને જાગૃત કરવા એપણ એક કાર્ટુનિસ્ટની એક ફરજ છે.જે તેઓ સારી રીતે નિભાવે પણ છે.કાર્ટુનનો ઘણો પ્રભાવ પડે છે.કારણ કે અત્યારે બધાનાહાથમાં મોબાઈલમાં હોય છે.

    ગુજરાત અને સમગ્ર ભારતમાં ચૂંટણીનો માહોલ છે. લોકોને ગુજરાત પર સમગ્ર દેશની નજર છે. કારણ કે ગુજરાત એ ભારતનુંધબકતુ રાજ્ય છે.એટલે ગુજરાતની ચૂંટણી પર બધાની નજર છે. ત્યારે આ ચૂંટણીના માહોલમાં મે મારી પોતાની રજુઆત કાર્ટનમાંવ્યક્ત કરી છે.



    જેમ કે તેમાં એક ખુરથી બતાવી છે અને તેમાં ગુજરાતનો નકશો છે અને તેમાં લીંબુ મરચા લગાવામાં આવ્યા છે. જેથી કરીને આગુજરાતની ખુરશી પર કોઈની નજર ન લાગે અને સારા વ્યક્તિ આ ખુરશી પર આવીને સાશન કરે.એટલે આ મારી જ નહીં પણલોકોને પણ આવી જ ઈચ્છા હોય કે સારા વ્યક્તિ આપણા ગુજરાતનું સંચાલન કરે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, ચૂંટણી, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन