મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : રશિયા અને યુક્રેન(Russia-Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પગલે વિશ્ર્વભરની બજારોમાં(Worldwide Market) અસર જોવા મળી રહી છે ત્યારે ઘરઆંગણે બાંધકામ(Construction) , રો-મટીરિયલમાં(raw-material) જંગી ભાવવધારાનો(Price Increased) બોજો આવતા અસહ્ય મોંઘવારી વચ્ચે મધ્યમવર્ગનું ઘરનું ઘર ખરીદવાનું સ્વપ્ન રોકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતમાં સ્ટીલનું ઉત્પાદન ઘટવા માંડ્યું(Steel production began to decline) હોવાથી સ્ટીલના ભાવમાં 15 જ દિવસમાં(15 Days) 20 થી 25 ટકાનો(20% to 25%) ભાવ વધારો ઉપરાંત સિમેન્ટ કંપનીઓની(Cement Company) કાર્ટેલ વચ્ચે બાંધકામમાં વપરાતી ચીજોના વધી રહેલા ભાવને કારણે બિલ્ડરોની કન્સ્ટ્રક્શનની પડતર કિંમતમાં અંદાજે 10 થી 15 ટકાનો વધારો નોંધાતા મકાન-ઘરોના ભાવમાં હજુ વધારે મોંઘવારી માજા મુકે તેવા શક્યતા સર્જાય એમ છે.
બિલ્ડર પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે દિવસે દિવસે રો મટીરીયલના ભાવ વધતા બાંધકામ કરવું મોંઘુ બન્યું છે. કોરોના બાદ છેલ્લા 15-20 દિવસમાં રસિયા અને યુક્રેનના યુદ્ધ કારણે કિલોદીઠ રૂ.63ના ભાવે મળતા સ્ટીલના ભાવ આજે યુધ્ધ ના કારણે રૂ.77-79ના ભાવ બોલાઇ રહ્યા છે. છેલ્લા દોઢેક વર્ષથી સ્ટીલના ભાવમાં રૂ.58-65ની રેન્જમાં અથડાઇ રહ્યા છે. દોઢેક વર્ષ પહેલા રૂ.40ની આસપાસના ભાવે મળતું સ્ટીલ આજે કિલોદીઠ રૂ.79ના ઊંચા મથાળે પહોંચ્યું છે. બીજી તરફ ઇંટના ભાવમાં 35 ટકા સુધીનો ભાવ વધારો થતા 1000 નંગના ભાવ વધીને રૂ.9000 સુધી પહોંચી ગયા છે.
આ ઉપરાંત ઇલેક્ટ્રિકના વાયરના ભાવમાં 40 ટકા, ઇલે.એસેસરિઝના ભાવમાં 20 ટકા, પ્લમ્બિંગ માટેની ચીજવસ્તુઓમાં 30 થી 35 ટકાનો વધારો નોંધાયો છે. વૂડન ફ્લોરિંગમાં 20 ટકા, કપચીમાં 40 ટકા, ફોરિંગ ટાઇલ્સમાં 40 ટકા, વોશબેસિનમાં 33 ટકા, એન્ગલ કોકમાં 18 ટકા, ફ્લશ વાલ્વમાં 10 ટકા, પીલર કોકમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. માટે સતત વધતા ભાવવધારા પગલે આગામી સપ્તાહની અંદર બિલ્ડર એસોસિએશનના નેજા હેઠળ મિટિંગ યોજી તમામ બિલ્ડરો સાથે મળી બાંધકામમાં 15 થી 20 ટકા ભાવ વધારો મુકવામાં આવશે.
કન્સ્ટ્રક્શન ક્ષેત્રેમાં મટીરિયલનો ભાવ વધારો (ટકાવાળી)
- સ્ટીલમાં 30 થી 35 ટકા
- ઈંટમાં 35 ટકા
- ઈલેક્ટ્રિક વાયર 44.54 ટકા
-સિમેન્ટમાં40થી45ટકા
- ઈલેક્ટ્રિક એસેસરિઝ 20 ટકા
- પ્લમ્બિંગ 35થી 40 ટકા
- વૂડન ફલોરિંગ 20 ટકા
- કપચી 35થી 45 ટકા
- ફલોરિંગ ટાઈલ્સ 40 ટકા
- વોશબેસિન 33 ટકા
-પિલરકોક12ટકા
- એન્ગલ કોક 18 ટકા
- ફ્લશ વાલ્વ 10 ટકા
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર