Home /News /rajkot /

Rajkot: રાજકોટના બિઝનેસમેનની અનોખી પહેલ, પોતાના ખર્ચે પહોંચાડે છે ફ્રીમાં રાખડી

Rajkot: રાજકોટના બિઝનેસમેનની અનોખી પહેલ, પોતાના ખર્ચે પહોંચાડે છે ફ્રીમાં રાખડી

રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ ફ્રીમાં પહોંચાડી આપે છે રાખડી

રાજકોટના એક બિઝનેસમેને અનોખી પહેલ કરી છે. કોઈ ભાઈનું કાંડુ તેમની બહેનની રાખડીથી ખાલી ન રહે તે માટે બિઝનેસમેન પાવન પરસાણાએ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ સુધી પોતાના ખર્ચે ફ્રીમાં રાખડી પહોંચાડવાનું અનોખું કાર્ય શરૂ કર્યું છે

વધુ જુઓ ...
    Mustufa Lakdawala, Rajkot: ભાઇ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan). રક્ષાબંધનના તહેવારને (Festival in Gujarat) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના એક બિઝનેસ મેને અનોખી પહેલ કરી છે. કોઈ ભાઈનું કાંડુ તેમની બહેનની રાખડીથી ખાલી ન રહે તે માટે બિઝનેસમેન પાવન પરસાણાએ (Business man Pawan Parsana) રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ સુધી પોતાના ખર્ચે ફ્રીમાં રાખડી પહોંચાડવાનું (Delivers Rakhi for free) અનોખું કાર્ય શરૂ કર્યું છે. આ માટે પાવને રાખડી પહોંચાડવા માટે પોતાના ખર્ચે 3થી 4 કાર સ્પેશિયલ મૂકી છે.



    બિઝનેસમેનને કેવી રીતે વિચાર આવ્યો

    રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ તેમના લાડકા ભાઈ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ફ્રીમાં કરી છે. સાથો સાથ બજારમાંથી રાખડી ખરીદીને પણ તેમના ભાઈ સુધી પહોંચાડી આપે છે. ગુરુવારે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે. બહારગામ કે સાસરે રહેતી બહેનો રૂબરૂ રક્ષાબંધન કરવા નથી પહોંચી શકતી. ત્યારે તેઓ સ્નેહનું બંધન રાખડી સ્વરૂપે પોસ્ટ કે કુરિયરમાં કરે છે. આ રાખડી બે કે ત્રણ દિવસે પહોંચતી હોય છે જેના માટે બહેનોને રૂપિયા ચૂકવવા પડતા હોય છે. આથી રાજકોટના પાવન પરસાણા નામના બિઝનેસમેને તેમની કંપનીની 3થી 4 કાર દરરોજ અમદાવાદ અવર જવર કરે છે. તેમને વિચાર આવ્યો કે આ કારમાં કોઈ પણ બહેન તેમની રાખડી વિનામૂલ્યે પહોંચાડી શકશે.



    6થી 9 ઓગસ્ટ સુધી રાખડી સેવા અભિયાન ચાલશે

    6થી 9 ઓગસ્ટ એમ ચાર દિવસ સુધી રાખડી સેવા અભિયાન ચાલશે. જેમાં તેમણે અમદાવાદ અને રાજકોટ માટે રાખડી પહોંચાડવા બન્ને શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં કલેક્શન સેન્ટર રાખ્યા છે. ત્યાં કંપનીની ઓફિસે આ રાખડી બહેનોએ પહોંચાડવાની રહેશે. ત્યાંથી તેમની કંપનીની કારમાં વિનામૂલ્યે અમદાવાદ અને રાજકોટ પહોંચાડવામાં આવશે. આ વિશે પાવન પરસાણાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારનું ભાઈ–બહેન બન્ને માટે વિશેષ રહેલું છે. દૂર રહેતી બહેનો દર વર્ષે તહેવારમાં આવી શકતી નથી, મારી પોતાની બહેન સુરત રહેતી હોવાથી રક્ષાબંધન પર મને રાખડી મોકલતી હોય છે.



    રાજકોટ-અમદાવાદમાં આ જગ્યાએ કલેક્શન સેન્ટર

    પાવને વધુમાં જણાવ્યું હતું કે, ઘણી વખત તહેવાર પછી પાર્સલ મળે છે. આ દિવસે ભાઈનો હાથ રાખડી વિનાનો ખાલી રહે છે. આથી મને વિચાર આવ્યો કે દરરોજ અમદાવાદ દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર કામ અર્થે જતી હોય છે. પરંતુ તેમાં રાખડી મોકલી આપવામાં આવે જેથી કરીને સમયસર રાખડી ભાઈઓ સુધી મળી જાય. ચાર દિવસ સુધી આ રાખડી નિર્ધારિત સેન્ટર પર આપવાની રહેશે. જેમાં રાજકોટમાં મારુતિ ચોક, સત્ય સાંઈ રોડ, મોડર્ન કાર સવિર્સની સામે, અમદાવાદમાં ઉજાલા સર્કલ, સરખેજ સર્કલ, ઈસ્કોન સર્કલ અને સી.જી. હાઈ–વે, હંસોલ આટલા પિકઅપ અને રિસીવ પોઈન્ટ રખાયા છે.

    Kutch: લોકોને માત્ર આકાશ દર્શન નહીં પરંતુ અંતરિક્ષ તરફ પ્રેરે છે કચ્છની Star Gazing Club

    પાવને રાખડી આપવા માટે નંબર પણ જાહેર કર્યા

    આ ઉપરાંત રાખડી મોકલવાની સાથોસાથ જે બહેનો અહીં રાખડી ન આપવા આવી શકે તેઓ ફોન કરશે તો પણ પાવન રાખડી ખરીદીને તેમના ભાઈ સુધી પહોંચાડી શકશે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે પાવન પરસાણાએ +917405150002 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના સમયે પણ આ કંપની દ્રારા તેમની કાર ફ્રીમાં એમ્બ્યુલન્સ સર્વિસમાં મુકવામાં આવી હતી. જેમાં હજારો દર્દીઓને સમયસર સારવાર મળતા તેમની જિંદગી બચી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Business man, Rajkot News, Raksha Bandhan 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन