Home /News /rajkot /Rajkot News: સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ડગમગ્યું, જાણો કેટલો વધારો થયો...

Rajkot News: સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ડગમગ્યું, જાણો કેટલો વધારો થયો...

ફાઇલ તસવીર

Rajkot News: સિંગતેલના 15 કિલોના રૂ.2740 હતા તે રૂ.2760 થઈ ગયા છે. જ્યારે કપાસિયાના તેલનો ભાવ રૂ.2060 પર સ્થિર છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં મોટો વધારો થયો છે.

રાજકોટઃ સિંગતેલના 15 કિલોના રૂ.2740 હતા તે રૂ.2760 થઈ ગયા છે. જ્યારે કપાસિયાના તેલનો ભાવ રૂ.2060 પર સ્થિર છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં મોટો વધારો થયો છે. આ ભાવ વધારાથી સૌથી પહેલી ગૃહિણીઓને પડી છે. અત્યારનો સમય કે જ્યારે લોકો આખા વર્ષના તેલની ખરીદી આ સમયમાં જ કરતા હોય છે એ જ સમયે ભાવ વધારો આવતા લોકોની ચિંતા વધી છે. ગયા વર્ષની સરખામણીએ જો વાત કરવામાં આવે તો આ વર્ષે સિંગતેલના ભાવમાં 10થી 12% જેટલો ભાવ વધારો આવ્યો છે એટલે કે એક ડબ્બે આશરે 300 રૂપિયા જેટલો ભાવવધારો આવ્યો છે.

હાલ સિંગતેલના ભાવમાં વધારો આવતા લોકોમાં પણ આ ભાવવધારો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આ ભાવ વધારા પાછળ અનેક કારણો હોવાનું તેલના વેપારી આગેવાનો કહી રહ્યા છે. આ વખતે મગફળીના ભાવ ઊંચા ગયા છે. ગયા વર્ષે જે મગફળી 1000થી 1200 રૂપિયા મળતી હતી તે મગફળી આ વખતે 1300 રૂપિયા સુધીના ભાવે મળી રહી છે. જેની સીધી અસર તેલના ભાવમાં થઈ છે.


તો બીજું એક કારણ એ છે કે, હાલના સમયમાં મગફળીનું આવક પ્રમાણમાં ઓછી છે. હાલ બજારમાં મગફળીનો પાક ખૂબ ઓછો આવી રહ્યો હોવાના કારણે આ ભાવ વધારો આવ્યો છે. જેથી અત્યારે તેલના ભાવ વધ્યા છે. હાલના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારે મગફળી ખૂબ ઓછી આવી રહી છે. આ ઉપરાંત જે પણ મગફળી આવે છે તે ખારી સિંગ બનાવવામાં જતી રહે છે. તેને કારણે આ ભાવ વધારો આવ્યો છે. જો કે બીજી તરફ ખેડૂતોને અત્યારે મગફળીના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોએ અત્યારે તમને મળી રહેલા સારા ભાવ અંગે ખુશી વ્યક્ત કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Groundnut oil, Oil prices, Rajkot News