રાજકોટના હિર રાજાણી અને વૃતિકા રાજાણી આ બંને ભાઈ છેલ્લા 5 વર્ષથી વોટર સેવિંગ પ્રોજેક્ટ1 બનાવ્યો છે.બંનેના પ્રોજેક્ટ અલગ અલગ છે.વરસાદનું પાણી કેવી રીતે બચાવવું, સ્કુલમાં પાણીનો બચાવ કેવી રીતે કરવો તેના પ્રોજેક્ટ બનાવ્યા છે.
રાજકોટના હિર રાજાણી અને વૃતિકા રાજાણી આ બંને ભાઈ છેલ્લા 5 વર્ષથી વોટર સેવિંગ પ્રોજેક્ટ1 બનાવ્યો છે.બંનેના પ્રોજેક્ટ અલગ અલગ છે.વરસાદનું પાણી કેવી રીતે બચાવવું, સ્કુલમાં પાણીનો બચાવ કેવી રીતે કરવો તેના પ્રોજેક્ટ બનાવ્યા છે.
Mustufa Lakdawala,Rajkot : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.એટલે સ્વાભાવિક છે કે ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે.ઉનાળો આવતાની સાથે પાણીની તંગી પણ ઉભી થાય છે.એમાં પણ ખાસ કરીને રાજકોટમાં.ત્યારે રાજકોટમાં રહેતા જ એક ભાઈ-બહેને પાણી બચાવવા માટેનો પ્રોજેક્ટ બનાવ્યો છે.જે પ્રોજેક્ટનો આપણે અમલ કરીએ તો પાણીનો બચાવ કરી શકીએ છીએ.
રાજકોટના હિર રાજાણી અને વૃતિકા રાજાણી આ બંને ભાઈ છેલ્લા 5 વર્ષથી વોટર સેવિંગ પ્રોજેક્ટ1 બનાવ્યો છે.બંનેના પ્રોજેક્ટ અલગ અલગ છે.વરસાદનું પાણી કેવી રીતે બચાવવું, ફેકટરીમા પાણીનો બચાવ કેવી રીતે કરવો, સ્કુલમાં પાણીનો બચાવ કેવી રીતે કરવો તેના પ્રોજેક્ટ બનાવ્યા છે.
આ સાથે જ પાણી કેવી રીતે બચાવવું તેનો પણ પ્રચાર કરે છે.રેઈન વોટર હારેવેસ્ટિંગ કેવી રીતે કરવો તેનું પણ માર્ગદર્શન આપે છે.કારણ કે આનાથી પાણીનો મોટા પ્રમાણમાં બચાવ થાય છે.કારણ કે પાણી કોઈ ફેકટરીમાં બનતું નથી.જેથી ચોમાસામાં આપણે પાણી નહીં બચાવીએ તો પાણી આપણને કેવી રીતે બચાવશે.
જો વરસાદી પાણી આપણે બચાવીશું તો ઉનાળામાં જે પાણીના ટાંકા મંગાવવા પડે છે તે મંગાવવા ન પડે.આ સાથે જ આપણે પાણી બચાવીશું તો આપણી આવનાર પેઢીને પાણી મળશે નહીં.આ બંને ભાઈ-બહેનનું અનુમાન છે કે જો આપણે પાણી નહીં બચાવીએ તો ટુંક સમયમાં જ પાણીની તંગી ઉભી થશે.જો તમારૂ 120 વારનું મકાન હોય તો જો એક ઈંચ પણ વરસાદ આવેને તો તમે 4થી 5 હજાર લિટર પાણીનો બચાવ કરી શકો છો.
આ સાથે જ આ બંને ભાઈ બહેને એક અલગ પ્રકારનું કુંડુ પણ બનાવ્યું છે.જેમાં તમે એકવાર પાણી નાખો એટલે 15 દિવસ સુધી એક કુંડામાં રહેલા છોડને પાણી આપવું પડતું નથી.આ કુંડાનું નામ મેજીક કુંડુ છે.જેનો ઉપયોગ અંતરિયાળ વિસ્તારમાં થઈ શકે છે.
આ બંને ભાઈ-બહેને 30-40 સ્કુલની મુલાકાત લીધી હતી અને પાણી બચાવોના પ્રોજેક્ટને રજુ કરી માર્ગદર્શન આપ્યું હતું.વિદ્યાર્થીઓ સ્કુલે પાણીની બોટલ લઈને જાય છે.પણ તેની બોટલમાં જે પાણી વધે છે તે તેઓ ફેંકી દે છે.તેના કરતા જો સ્કુલમાં એક ટેંક મુકવામાં આવે તો વિદ્યાર્થીઓ આ પાણીને સ્કુલ પુરી થયા બાદ તેમાં નાખી શકે છે.જેથી પાણીનો બચાવ થઈ શકે છે.
પછી આ પાણીનો ઉપયોગ સ્કુલ બસ વોશ કરવામાં કે સ્કુલના બગીચામાં પાણી પાવા માટે ઉપયોગમાં લઈ શકાઈ છે.આમ સ્કુલમાં પણ આ રીતે પાણીનો બચાવ થઈ શકે છે.રેઈન મોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ છે કે જે આપણે ઘરે બનાવી શકીએ છીએ.આ રેઈન હાર્વેસ્ટિંગથી આપણે બોરને રિચાર્જ કરી શકીએ છીએ.