Home /News /rajkot /Video: રાજકોટ રેલવે સ્ટેશન પર સરાજાહેર મારામારી, પોલીસકર્મીઓએ રીક્ષા ચાલકને માર્યો ઢોરમાર

Video: રાજકોટ રેલવે સ્ટેશન પર સરાજાહેર મારામારી, પોલીસકર્મીઓએ રીક્ષા ચાલકને માર્યો ઢોરમાર

પોલીસ કર્મીઓએ રીક્ષા ચાલકને માર્યો ઢોરમાર

Viral Video: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રેલ્વે સ્ટેશનમાં મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ કર્મીઓ દ્વારા કપડાં ફાડી રીક્ષા ચાલકને ઢસડીને ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાજર રહેલા લોકોએ બંને કર્મીઓએ દારૂ પીધાનો આક્ષેપ પણ લગાવ્યો છે. 

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રેલ્વે સ્ટેશનમાં મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ કર્મીઓ દ્વારા કપડાં ફાડી રીક્ષા ચાલકને ઢસડીને ઢોર માર્યો હોવાની ઘટના સામે આવી છે. હાજર રહેલા લોકોએ બંને કર્મીઓએ દારૂ પીધાનો આક્ષેપ પણ લગાવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટના રેલ્વે સ્ટેશનમાં આ મારામારીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કર્મીઓ રેલવે પ્રોટેકશન ફોર્સના જવાન છે


વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક રીક્ષા ચાલકને બે પોલીસ કર્મીઓ દ્વારા મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અન્ય રીક્ષા ચાલકો પણ મારામારીની ઘટના બનતા એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ વીડિયોમાં સ્પષ્ટપણે અવાજ સાંભળી શકાય છે કે જુઓ આ બંને પોલીસવાળાઓ દારૂ પી રીક્ષા ચાલકને માર મારી રહ્યા છે. રીક્ષા ચાલકને માર માર બંને પોલીસ કર્મીઓ રેલવે પ્રોટેકશન ફોર્સના જવાન હોવાનું પણ ચર્ચા રહ્યું છે.

આ પણ વાંચો: બજારમાં ઉપલબ્ધ છે ઇલેક્ટ્રોનિક ફટાકડા? જાણો કેવી રીતે કરે છે કામ

સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ


સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં ડિવિઝનલ હેડ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જે પણ ઘટના ઘટી છે તે રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જે પણ કસૂરવાર હશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલા પણ લેવામાં આવશે. વાયરલ વીડિયોમાં જે રીક્ષા ચાલક દેખાઈ રહ્યો છે તેનું નામ પ્રેમજી હોવાનું સામે આવ્યું છે. તે અગાઉ આરપીએફમાં જ ફરજ બજાવતો હતો. પરંતુ તે જ્યારે આરપીએફમાં ફરજ બજાવતો હતો ત્યારે તેની શંકાશીલ ગતિવિધિ રહી હતી. પોતાના સાથી કર્મીઓ સાથે મારપીટ કરતો હતો તેમ જ ગેરકાયદેસર દારૂ પણ લાવતો હતો. આરપીએફનું નામ બદનામ કરતો હોવાથી તેને ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો.

જવાનોને ગાળો આપી તેમની વર્દી પણ ફાડી નાખી: પોલીસ અધિકારી


પોલીસ અધિકારીએ આગળ જાણાવ્યું કે, તેના પર સ્ટાફના જ કર્મચારીની આંગળી કાપી નાખવાનો આરોપ લાગેલો છે. જે બાબતે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. આજે પણ તેની ગેર પ્રવૃતિ સામે આવી હતી. પ્રેમજી રેલવે સ્ટેશનમાં નિયમનો ભંગ કરી રીક્ષા ઉભી રાખી હતી. તેમજ અમારા સ્ટાફના જવાનોને ગાળો આપી તેમની વર્દી પણ ફાડી નાખી હતી. બાદમાં રીક્ષા ચાલક પ્રેમજીએ પોતાના કપડાં ફાડીને દેખાવો કર્યા હતા તેમ જ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તે પ્રકારની વાત પણ જણાવી હતી.


રીક્ષા ચાલકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે


આ સાથે જ તે રીક્ષા ચાલક પ્રેમજીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. હજુ સુધી અમારા સ્ટાફમાંથી કોઈએ દારૂ પીધો હોય તેવું સામે નથી આવ્યું તેમ છતાં સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. જો મેડિકલ ચેકઅપમાં રસાયુક્ત પ્રવાહી લીધા હોવાનું જણાવશે તો તેમની વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામાં આવશે. સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ચોકાવનારી વિગતો બહાર આવતી હોય છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: CCTV Viral, Rajkot police, Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन