Home /News /rajkot /રાજકોટનો ચીટર બુટલેગર! જે બ્રાન્ડ માંગો તે મળી જાય, બોટલની અંદર દારૂ અલગ અને બ્રાન્ડ તમે માંગો તે આપે

રાજકોટનો ચીટર બુટલેગર! જે બ્રાન્ડ માંગો તે મળી જાય, બોટલની અંદર દારૂ અલગ અને બ્રાન્ડ તમે માંગો તે આપે

પોલીસે બુટલેગરની કરી ધરપકડ

દેણું ઉતારવા પાનવાળાએ પ્યાસીઓને છેતરવનો અનોખો કિમિયો અજમાવ્યો

રાજકોટ : શહેરના મવડી વિનાયકનગર-૧૬ કિસ્મત બેકરી પાસે રહેતો મેહુલ અરવિંદભાઇ ચાવડાનામનો પાનનો ધંધાર્થી દારૂના શોખીનોને મોંઘીદાટ બ્રાન્ડની બોટલો પુરી પાડતો હતો. પરંતુ આ ભાઇ બ્રાન્ડેડના નામે છેતરપીંડી કરી રોયલ ચેલેન્જર્સ કે મેકડોવેલ્સની બ્રાન્ડનો દારૂ મોંઘીદાટ બોટલોમાં ભરીને બ્રાન્ડેડના નામે ધાબડી દેતો હોવાનું કારસ્તાન તે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યું છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ન પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમના એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે મેહુલને સોરઠીયા વાડી સર્કલ પાસે ડિલકસ પાન નામની દૂકાનમાંથી રૂ. ૧૫૦૦ ની ગ્રાન્ટ માસ્ટર વોડકાની એક બોટલ, મેકડોવેલ્સ વ્હીસ્કીની રૂ. ૫૦૦ ની એક બોટલ, રોયલ ચેલેન્જર્સની ૨૦ ખાલી બોટલો, મેકડોવેલ્સની ૦૨ ખાલી બોટલ, રેડલેબલ, બ્લેક એન્ડ વ્હાઇટ, વેટ ૬૯, ૧૦૦ પાઇપર્સ, ટીચર્સ, બ્લેકડોગની ખાલી બોટલો, ઢાકણા, સ્ટીકર્સના જથ્થા સાથે પકડી લેવાયો હતો.

આ પણ વાંચોસુરત : પતિ-પત્નીનો પ્રેમ! વતનથી આવ્યા પત્નીના આપઘાતના સમાચાર, 2 કલાકમાં જ પતિએ આપઘાત કરી લીધો

પુછતાછમાં તેણે કબુલ્યું હતું કે, પોતે ભંગારમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો લાવતો હતો અને તેમાં મેકડોવેલ્સ કે રોયલ ચેલેન્જર્સ બ્રાન્ડનો દારૂ ભરી દઇ બ્રાન્ડેડના નામે મોંઘાભાવે પ્યાસીઓને ધાબડતો હતો. દેણામાં ડુબી ગયો હોવાથી પોતે દોઢેક મહિનાથી આ રવાડે ચડ્યાનું રટણ કર્યુ હતું. તે બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર્સ, ઢાકણા, દમણ તરફથી લાવતો હોવાનું પણ તેણે કહ્યું હતું.

આ પણ વાંચોસુરેન્દ્રનગર: ખ્યાતનામ વેપારીના ઘરેથી મળ્યો મોટો દારૂનો જથ્થો, કેમ શરૂ કર્યો દારૂનો ધંધો? કર્યો ખુલાસો

અગાઉ આ શખ્સ ધારી અને રાજકોટ ડીસીબીમાં બેમળી દારૂના ત્રણ ગુનામાં પકડાઇ ચુકયો છે. મહત્વનું છે કે પ્યાસીઓ કોઈ પણ બ્રાન્ડની દારૂ કોઈપણ ભાવેશ લેતા હોય છે. ત્યારે ઘણા શોખીનો બ્રાન્ડેડ કંપની દારૂ પીવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આવા પ્યાસીઓને તેઓ જે માંગે તે કંપનીની દારૂની બોટલ આપી પૈસા કમાવ તો હતો જેમાં ખરેખર બોટલમાં સ્ટીકર લગાડી અને અંદર બીજો દારૂ ભરીને પ્યાસીઓને આપતો હતો. જોકે પોલીસે આ બુટલેગરનો ખેલ બગાડી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Bootlegger, Foreign liquor, Foreign liquor bottles, Foreign liquor caught, Rajkot News, Rajkot police