Home /News /rajkot /રાજકોટના જેતપુરમાં 'લોહીની હોળી': શા માટે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી?

રાજકોટના જેતપુરમાં 'લોહીની હોળી': શા માટે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી?

હોળીના દિવસે ભાઈના હાથે ભાઈની હત્યા.

જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં બેસીને ફૂલનો ધંધો કરતા કાસમ શેખના બંને પુત્રો દરરોજ દારૂ પીવાની આદતવાળા હતા.

મુનાફ બકાલી, જેતપુર: જેતપુરમાં હોળી (Holi 2021)ના તહેવાર ઉપર જ જાહેરમાં લોહીની હોળી રમાઈ હતી. જેતપુરના સ્ટેન્ડ ચોક (Jetpur stand chowk) વિસ્તારમાં ભાઈએ પોતાના સગા ભાઈની હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં હત્યારો ભાઈ હાલ જેતપુર પોલીસની કેદમાં છે. જેતપુરમાં હોળીના સીટી પોલીસ સ્ટેશન (Jetpur city police station)થી માત્ર 100 મીટરના અંતરે જ સરાજાહેર એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં શા માટે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી? મૃતક અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ સહિતની વાતો જાણવા જેવી છે.

શા માટે હત્યા?

જેતપુર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે સ્ટેન્ડ ચોક આવેલો છે. અહીં શહેરના ફૂલના વેપારીઓ વેપાર કરાવા માટે રેંકડી અને થેલા લગાવે છે. કાસમ શેખ અને તેનો પરિવાર પણ વર્ષોથી અહીં ફૂલની હાટ લગાવી ધંધો કરે છે. કાસમ શેખના બે પુત્રો હારુન શેખ અને સિકંદર શેખ ફૂલનો ધંધો કરતા હતા. હોળીના દિવસે હારુન પોતાની ફૂલની હાટ ઉપર બેઠો હતો ત્યારે તેનો મોટોભાઈ સિકંદર આવ્યો હતો અને દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા.

આ પણ વાંચો: કેરળ: પૂર્વ સાંસદની છોકરીઓને ચેતવણી, રાહુલ ગાંધીથી દૂર રહો!હારુને પૈસા આપવાની ના પાડતા સિકંદર ઉશ્કેરાઈ ગયો હતો અને બબડવા લાગ્યો હતો. જે બાદમાં હારુન પણ ગુસ્સે ભરાયો હતો. બંને વચ્ચે થોડી હાથપાઈ થઇ હતી. આ વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હારુન ફૂલના થડા ઉપર બેઠો હતો તેમાં કામ માટે વપરાતી કાતર લઈને સિકંદર પોતાના નાનાભાઈ પર ચડી બેઠો હતો અને છાતીના ભાગમાં કાતરથી જીવલેણ ઘા મારી દીધો હતો. હુમલા બાદ હારુન ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો હતો. હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જે બાદમાં જેતપુર પોલીસે તાત્કાલિક સિકંદરની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: નણદોઈના પ્રેમમાં પાગલ રેશ્માએ કર્યું એવું કૃત્ય કે આખો પરિવાર શરમથી થયો પાણીપાણી

 જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા વાગી ગયો હતો.

પિતાએ નાના દીકરાને બહાર મોકલી દીધો હતો

જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં બેસીને ફૂલનો ધંધો કરતા કાસમ શેખના બંને પુત્રો દરરોજ દારૂ પીવાની આદતવાળા હતા. દારૂ પીને ધમાલ કરવી એ રોજની વાત હતી. થોડા દિવસો પહેલા બંને ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ પિતા કાસમ શેખે નાના દીકરા હારુનને બહારગામ રહેવા માટે મોકલી દીધો હતો. પિતાએ બંનેના ધંધા પણ અલગ કરી દીધા હતા. બનાવના બેથી ચાર દિવસ પહેલા જે હારુને જેતપુરમાં આવીને ફરીથી સ્ટેન્ડ ચોકમાં ફૂલનો ધંધો શરૂ કર્યો હતો.આ પણ વાંચો: ગુજરાતનો 'મિલ્ખાસિંઘ': દરરોજ 90 કિલોમીટર દોડીને 21 દિવસે સોમનાથ મંદરથી અયોધ્યા પહોંચશે

બંને ભાઈઓનો ગુનાહિત ઇતિહાસ

લોકોને કહેવા પ્રમાણે કાસમના બંને પુત્રો દૂધે ધોયેલા ન હતા. બંને 2015થી ગુનાખોરીની દુનિયામાં ધીમે ધીમે પગલાં મૂકી રહ્યા હતા. અત્યાર સુધી હત્યારા સિકંદર ઉપર જેતપુર પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં મારામારી, દારૂ પીને ધમાલ કરવી, દારૂ વેચવો વગેરે શામેલ છે. જ્યારે નાનાભાઈ એટલે કે જેની હત્યા થઈ તે હારુન સામે જેતપુર પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હત્યાનો બનાવ નિંદનીય છે પરંતુ લોકોનું કહેવું છે કે નાનાભાઈની હત્યા અને મોટોભાઈમાં જેલમાં ગયા બાદ ખાસ કરીને જેતપરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ છે. લોકો ઈચ્છી રહ્યા છે કે આવી શાંતિ કાયમ માટે બની રહે.
First published:

Tags: Brother, Holi 2021, ગુનો, પોલીસ, રાજકોટ, હત્યા