Home /News /rajkot /'હિંમત હોય તો સામી છાતીએ વિરોધ કરો, અમે પોસ્ટર નહીં તમારા મોઢા કાળા કરીશું'

'હિંમત હોય તો સામી છાતીએ વિરોધ કરો, અમે પોસ્ટર નહીં તમારા મોઢા કાળા કરીશું'

વસોયાના પોસ્ટર પર કાળી શાહી

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં લાગેલા ધારાસભ્ય લલિત વસોયાના દિવાળી શુભેચ્છા પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી.

    રાજકોટઃ ધોરાજી-ઉપલેટના ધારાસભ્ય લલિત વસોયાના દિવાળીની શુભેચ્છા આપતા એક પોસ્ટર પર કોઈએ કાળી શાહી લગાવી દીધાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બાબતે ધારાસભ્યએ શાહી લગાડનાર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી છે. એટલું જ નહીં ધારાસભ્યએ આવું કૃત્ય કરનાર વ્યક્તિને સામી છાતીએ વિરોધ કરવાની ચેલેન્જ આપી છે.

    મળતી માહિતી પ્રમાણે ધોરાજી અને ઉપલેટા ખાતે દિવાળીની શુભેચ્છા આપતા લલિત વસોયાના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટર પર કોંગ્રેસનો સિમ્બોલ ન હોવાથી ધારાસભ્યનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય પક્ષ કરતા મોટા થઈ ગયા છે તેવો આક્ષેપ લગાવીને કાર્યકરોએ આ પહેલા પણ લલિત વસોયાનો વિરોધ કર્યો હતો. હવે તેમના એક પોસ્ટર પર શાહી લગાડીને તેના પર કોંગ્રેસનો પંજો બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરો આક્ષેપ લગાવી રહ્યા છે કે જે પક્ષે તેમને ચૂંટી કાઢ્યા છે તેને જ હવે તેઓ ભૂલી ગયા છે. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિ ધારાસભ્યના પોસ્ટર પર શાહી લગાડી રહ્યો છે, જ્યારે એક વ્યક્તિ કારમાં બેઠો છે.

    બીજેપીના કાર્યકરોએ શાહી નથી લગાડી

    પોસ્ટર પર શાહી લગાડી દેવાની ઘટના અંગે લલિત વસોયાએ જણાવ્યું કે, "ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં દિવાળીના પ્રસંગે મારા કાર્યકરોએ શુભેચ્છા પોસ્ટર્સ લગાડ્યા હતા. આ પોસ્ટરોમાં કોંગ્રેસનો સિમ્બોલ નથી તે વાતને લઈને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. આ વિવાદ શાંત થતાં એક પોસ્ટર પર શાહી લગાડવામાં આવીને ફરીથી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર ઉપર શાહી ધોરાજી કે ઉપલેટા વિસ્તારના કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નથી લગાડી. પરંતુ બહારથી આવીને કોઈ વ્યક્તિએ શાહી લગાડી છે. બાદમાં આ વ્યક્તિએ જ મીડિયાને ફોન કરીને આ વિવાદને ચગાવ્યો હતો."

    આ પણ વાંચોઃ 2019ની ચૂંટણીમાં પડદા પાછળ રહીને બીજેપીને મદદ કરશે હાર્દિક પટેલ?

    હિંમત હોય તો સામી છાતીએ વિરોધ કરો

    "આવું હીન કૃત્ય કરનાર વ્યક્તિને હું કહેવા માંગુ છું કે હિંમત હોય તો સામે આવીને વિરોધ કરો. હલકટ રાજનીતિ ન કરો. અમે આવું કરવા પર ઉતરી જઈશું તો તમારા પોસ્ટર પર નહીં પરંતુ તમારું મોઢું જ કાળું કરીશું. લોકોના હિતની વાત હોય ત્યાં રાજનીતિ કરો પરંતુ કોઈને લીટી ટૂંકી કરવાનો પ્રયાસ ન કરો."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhoraji, Lalit vasoya, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन