Home /News /rajkot /

Rajkot: સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં બની રહ્યું છે ભાજપનું 'કમલમ', જાણો કેવી છે વિશેષતા

Rajkot: સૌરાષ્ટ્ર ઝોન માટે રાજકોટમાં બની રહ્યું છે ભાજપનું 'કમલમ', જાણો કેવી છે વિશેષતા

ટ્રાફિક

ટ્રાફિક મુક્ત વિસ્તારમાં બની રહ્યું છે ભાજપનું કાર્યાલય

ગુજરાતમાં ભાજપનું રાજયકક્ષાનું કાર્યાલય 'કમલમ' અમદાવાદ (Kamalam Ahmedabad) ખાતે કાર્યરત છે. ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના (Saurashtra Zone) ભાજપ (BJP) માટે કાર્યાલય 'કમલમ' રાજકોટ (Kamalam Rajkot) માં બની રહ્યું છે.

    Mustufa Lakdawala, Rajkot: ગુજરાતમાં ભાજપનું રાજયકક્ષાનુંકાર્યાલય'કમલમ' અમદાવાદ(Kamalam Ahmedabad) ખાતે કાર્યરત છે. ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના(Saurashtra Zone) ભાજપ(BJP) માટે કાર્યાલય 'કમલમ'રાજકોટ (KamalamRajkot)માં બની રહ્યું છે. કમલમનું બાંધકામ(Construction) ચારથી પાંચ મહિનામાં પૂર્ણ થઈ જશે અને લોકાર્પણ કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન(Standing Committee Chairman) પુષ્કર પટેલે જણાવ્યું છે. કમલમમાં એકસાથે 524 લોકો બેસી શકેતે માટે ઓડિટોરિયમ હોલ(Auditorium hall) બનાવવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી(GujaratAssembly Elections) આવે પહેલા મિની કમલમનેખુલ્લું મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે.


    ટ્રાફિક મુક્ત વિસ્તારમાં મિની કમલમ બનાવવા સ્થળ પસંદ કર્યું


    ગુજરાતનું મિની કમલમ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે. જેનું બાંધકામ 70 ટકાથી વધુ પૂર્ણ થયાનું પુષ્કર પટેલે જણાવ્યું હતું. ઉલ્લખનીય છે દોઢ વર્ષ પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમિપૂજન કર્યું હતું. હાલ બાકી કામની પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. 10 દિવસ પહેલા પાટીલ મિની કમલમની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને ભાજપના નેતાઓને જરૂરી સૂચનો કર્યા હતા.



    2300 વારની જગ્યામાં 60થી 65 હજાર ચો.ફૂટમાં બાંધકામ


    2300 વાર જગ્યામાં 60થી 65 હજાર ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેમજ શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે 12 મીટરના રોડ પર કાર્યાલય નિર્માણ પામી રહ્યું છે. મુખ્ય માર્ગથી કાર્યાલય નજીક હોય જામનગર, દ્વારકા જિલ્લો, મોરબી, કચ્છ જિલ્લાના નેતાઓ અને કાર્યકરોને બાયપાસથી સીધું કાર્યાલય ખૂબ નજીક પડશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય ભાજપના નેતાઓએ ટ્રાફિકમુક્ત જગ્યા પસંદ કરી છે. પ્રસંગોપાત ભોજન સમારોહ પણ મિની કમલમમાં થાય તેવી જગ્યા રાખવામાં આવી છે.



    જાણો મિની કમલમમાં પહેલા માળે શું વ્યવસ્થા હશે


    મિની કમલમની વિશેષતા અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, મિની કમલમ નહીં પણ સૌરાષ્ટ્ર ઝોનનું કમલમ કહેવાય. કુલ મળીને ત્રણ માળનું બંધકામ થઈ રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં સેલરમાં પાર્કિંગની વ્યવસ્થા હશે. પહેલા માળે રાજકોટ મહાનગરની કાર્યાલયો હશે. જેમાં આઇટી, મહિલા મોરચા, યુવા મોરચા, શહેર ભાજપ પ્રમુખની ચેમ્બરો હશે.



    જાણો બીજા અને ત્રીજા માળે શું વ્યવસ્થા હશે


    પુષ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બીજા માળે આવી રીતે પ્રદેશના પદાધિકારીઓ મહામંત્રી, વિવિધ મોરચા, રેકોર્ડ રૂમ સહિતની વ્યવસ્થા હશે. સાથે 65થી 70 લોકો માટેનો અલગથી રૂમ પણ હશે. આવી રીતે પહેલા માળે 100થી 125 લોકો બેસી શકે તેવો પ્રેસ કોન્ફરન્સ રૂમ હશે. ત્રીજા માળે 524 લોકો એકસાથે બેસી શકે તેવો ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં વીડિયો-ઓડિયો સાથેની વ્યવસ્થા હશે. 60થી 65 હજાર ચોરસ ફૂટનું બાંધકામ થશે. આવતા ચારથી પાંચ મહિનામાં બાંધકામ પૂર્ણ થતા લોકાર્પણ કરાશે.


    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવશે ગુજરાતી ભોજન


    32 કિલો વોટ સોલાર પેનલથી વીજળી ઉત્પન્ન થશે


    મિની કમલમમાં 32 કિલો વોટની સોલાર પેનલ છત પર ગોઠવવામાં આવશે. જેનાથી વીજળી ઉત્પન્ન થશે અને કાર્યાલયમાં ઉપયોગ કરવામાં આવશે. તેમજ વોટર રિચાર્જની પણ વ્યવસ્થા કરાઇ છે. જેમાં 10 બાય 6 ફૂટના કૂવામાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એક સાઇડના બોરમાંથી પાણી જમીનમાં ઉતારી કૂવામાં વોટર રિચાર્જ કરવામાં આવશે. કુદરતી હવા-ઉજાસ માટે પણ પૂરતી વ્યવસ્થા અને પ્લાન રાખવામાં આવ્યા છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: BJP Guajrat, Rajkot BJP, Rajkot News, ગુજરાત ભાજપ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन