Home /News /rajkot /

Rajkot: 'Har Ghar Tiranga' અભિયાન હેઠળ રાજકોટમાં ફરકાવાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રિરંગો

Rajkot: 'Har Ghar Tiranga' અભિયાન હેઠળ રાજકોટમાં ફરકાવાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રિરંગો

250

250 ફૂટ ઉંચો, 25 ફૂટ પહોળો ત્રિરંગો ફરકાવાયો

ભારત સરકાર 13થી 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન ચલાવી રહી છે. જેને લઈને રાજકોટની સૌથી ઉંચી 23 માળની બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે

    Mustufa Lakdawala, Rajkot: ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે આ વર્ષે ભારત સરકાર (Government of India) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વના (Independence Day 2022) આડે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે ભારત સરકારે 13થી 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અભિયાન ચલાવી રહી છે. જેને લઈને રાજકોટની સૌથી ઉંચી 23 માળની બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.

    250 ફૂટ ઉંચો, 25 ફૂટ પહોળો

    રાજકોટના નાનામવા ચોક પાસે રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રની સૌથી ઉંચી બિલ્ડીંગ સિલ્વર હાઇટ્સ આવેલી છે. જેમાં સોસાયટીના લોકોએ 250 ફૂટ ઉંચો અને 25 ફૂટ પહોળો તિરંગો લહેરાવ્યો છે. આ ત્રિરંગો દૂરથી પણ નજરે પડી રહ્યો છે. વિશાળ ત્રિરંગોને જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. એક તરફ સૌથી ઉંચી બિલ્ડીંગ તો આકર્ષણનું કેન્દ્ર છે જ ત્યારે સૌથી મોટા ત્રિરંગોએ પણ આકર્ષણ જમાવ્યું છે.

    સોસાયટીની કમિટીએ નક્કી કર્યું હતું

    સિલ્વર હાઇટ્સ બિલ્ડીંગ બનાવનાર મુકેશ શેઠે જણાવ્યું હતું કે, આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભારત સરકારે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અમારી સોસાયટીની કમિટીને એવું લાગ્યું કે, આપણો સિલ્વર હાઇટ્સ પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્રની આન બાન શાન છે. આથી તિરંગાની આન બાન અને શાન જળવાઇ રહે તેના માટે અમે લોકોએ 250 ફૂટ ઉંચો અને 25 ફૂટ પહોળો ટ્રાય કલરનો તિરંગો બનાવ્યો છે. 8 ઓગસ્ટના રોજ સોસાયટીના બિલ્ડીંગ પર લગાવી દીધો છે. જેને કારણે રાજકોટવાસીઓને 13,14 અને 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રેરણા મળે.

    આ પણ વાંચો:   'Har Ghar Tiranga' અભિયાનને હોંશે હોંશે વધાવતા રાજકોટવાસીઓ, 3 લાખથી વધુના ખરીદ્યા રાષ્ટ્રધ્વજ

    દરેક લોકો ઘર પર તિરંગો લહેરાવે તેવી વિનંતી

    મુકેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 1 લાખના ખર્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે અને એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે. આ ઉપરાંત અમે કાળજી લીધી છે કે, પવનમાં કે બીજી કોઈ રીતે તિરંગાને નુકસાન ન પહોંચે છે. આ તિરંગો 15 ઓગસ્ટ સુધી રાખવાના છીએ અને 16મી ઓગસ્ટે તેને ફોલ્ડ કરી મૂકી દેશું. મારી સૌને નમ્ર વિનંતી છે કે, આપણા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ આવે. આપણા રાષ્ટ્રધ્વજનું બધામાં માન વધે તે માટે 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે તેવી મારી ઇચ્છા અને વિનંતી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 75 years of independence, 75th Independence Day, Aazadi ka amrut mahotsav, National Flag, Rajkot na samachar, Rajkot News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन