સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમને મળી મોટી હાર, જાડેજાનું ઓલરાઉન્ડ પ્રદર્શન છવા
મેચના ચોથા અને અંતિમ દિવસે 280 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Mustufa Lakdawala,Rajkot : સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં T20માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તે હાલમાં T20નોનંબર-1 બેટ્સમેન છે. આવી સ્થિતિમાં મુંબઈના આ બેટ્સમેનની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા પર છે. આકારણોસર તે ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તેની હાજરી હોવાછતાં, શુક્રવારે રમાયેલી મેચમાં ટીમનો સૌરાષ્ટ્ર સામે પરાજય થયો હતો. વર્તમાન સિઝનમાં ટીમની આ પ્રથમ હાર છે.
મેચના ચોથા અને અંતિમ દિવસે 280 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 231 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ડાબોડી સ્પિનરે 6 વિકેટ લેવા ઉપરાંત 100થી વધુ રન પણ બનાવ્યા હતા. આ મેચમાં સૌરાષ્ટ્રનો 48 રને વિજય થયો હતો.
મેચના અંતિમ દિવસે મુંબઈની ટીમે બીજા દાવમાં 8 વિકેટે 218 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 2 બેટ્સમેનમાત્ર 13 રન ઉમેર્યા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. દિવસનો પહેલો ફટકો તુષાર દેશપાંડેના રૂપમાં લાગ્યો હતો. તે 13 રનબનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. શમ્સી મુલાની છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. તેણે 34 રન બનાવ્યા હતા. આખીટીમ 74 ઓવરમાં 231 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં યુવરાજ સિંહ ડોડિયા અને પાર્થ ભુતે 4-4 વિકેટ લીધીહતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાને 2 વિકેટ મળી હતી.
પ્રથમ દાવમાં 4 વિકેટ
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. બેટિંગ કરતી વખતે તેણે પ્રથમ દાવમાં 24 રન અને બીજા દાવમાંમહત્વપૂર્ણ 90 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં289 રન અને બીજા દાવમાં 220 રન બનાવ્યા હતા. આ સાથે જ મુંબઈની ટીમ પ્રથમ દાવમાં માત્ર 230 રન જ બનાવી શકી હતી. સૂર્યકુમાર યાદવે પ્રથમ દાવમાં 95 રન જ્યારે બીજા દાવમાં 38 રન બનાવ્યા હતા. આમ આ મેચમાં મેન ઑફ ધ મેચ તરીકેઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી.