Home /News /rajkot /બાપુ નારાજ નથી,ભાજપને અફવા ફેલાવાની આદતઃ ભરતસિંહ
બાપુ નારાજ નથી,ભાજપને અફવા ફેલાવાની આદતઃ ભરતસિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે ત્યારે કોંગ્રેસનું ધમાસણ અને સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાને લઇ રાજકીય ચર્ચાઓ જાગી છે કે બાપુ કોંગ્રેસથી નારાજ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે,ગઇકાલે જ હું બાપુને મળ્યો છું. તેઓ 20 વર્ષથી કોંગ્રેસમાં છે. બાપુ નારાજ નથી.કોંગ્રેસને જંગી બહુમત અપાવીશું.

ભરતસિંહે કટાક્ષ કરતા કહ્યું હતું કે,ડે.સીએમ નીતિન પટેલને કોંગ્રેસમાં આવકાર છે.ભાજપને અફવા ફેલાવાની આદત છે.ગઈકાલે સાંજે હું અને બાપુ મળ્યા હતા. ભાજપ સામ દામ દંડ ભેદ અપનાવી રહ્યું છે.કોંગ્રેસના તમામ ધારાસભ્યો પક્ષ નહીં છોડે.બાપુ 20 વર્ષથી કોંગ્રેસમાં છે.બાપુ નારાજ નથી.
વધુમાં ભરતસિંહે દાવો કર્યો હતો કે, બાપુ આવનારા સમયમાં પણ કોંગ્રેસમાં જ રહેવાના છે.ભાજપના કેટલાક સભ્યો કોંગ્રેસમાં જોડાશે.કોંગ્રેસ તૂટવાના સમાચાર પાયા વિહોણા છે.ભાજપના શાસનમાં લોકો બેરોજગાર બન્યા છે. 10-15 દિવસમાં ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાશે.ભાજપ 2017માં હાર ભાળી રહી છે તેથી કોંગ્રેસ માટે આવા સમાચાર વહેતા કરે છે.
ભાજપમાં જોડાવાની વાત પર રદિયો
શંકરસિંહ બાપુ નારાજ હોવા અને કોંગ્રેસ છોડશેની વાતો વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર સામે આવ્યા છે અને ભાજપમાં જોડાવાની વાત પર રદિયો આપતા કહ્યુ કે બાપુ કોંગ્રેસમાંજ છે ક્યાંય જવાના નથી, ચૂંટણી નજીક આવે ત્યારે આવી અફવાઓ ચાલતી હોય છે. કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય પક્ષ છોડવાનો નથી. કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો મક્કમ છે.
બોરસદના કોંગ્રેસી ધારાસભ્યની સ્પષ્ટતા ભાજપમાં જોડાવાની વાત પર રદિયો બોરસદ ધારાસભ્ય રાજેન્દ્રસિંહનું નિવેદન 'હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ' 'કદાચ ગુજરાતમાં હું એકલો પડી જઈશ તો પણ કોંગ્રેસ નહીં છોડું'