રાજકોટ: જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો. કેમ કે તમે પણ ગુમાવી શકો છો મહામૂલી રકમ. રાજકોટ શહેરમાં એક વર્ષમાં લોકોએ અધધ 16 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ગુમાવી છે. શહેરમાં એક વર્ષમાં આશરે 2000થી વધુ લોકો આ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. લોકોએ પોતાના એક જ એકાઉન્ટમાંથી એક લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની રકમ ગુમાવી છે.
લિંક બેઝ ક્રાઇમ વધ્યા
16 કરોડ સામે માત્ર એક કરોડ રૂપિયા પોલીસ રિકવર કરી શકે છે. જ્યારે એક કરોડ કોર્ટના આદેશ બાદ હવે મળી શકે છે, એટલે કે સાયબર ક્રાઇમમાં માત્ર બે કરોડ રૂપિયા જેટલી રકમ લોકોને મળી છે. જેમાં સૌપ્રથમ લિંક બેઝ ક્રાઇમ વધ્યા છે. લોકોના ફોનમાં લિંક મોકલવામાં આવે છે. આ લિંક પર લોકો ક્લિક કરતાની સાથે જ તેમનો ફોન અન્ય આરોપી એક્સેસ કરતા હોય છે અને જેમાં આરોપી તમામ વિગત મેળવીને રૂપિયા પડાવી લેતા હોય છે.
આ ઉપરાંત ઓટીપી શેર કરવા બાબતે પણ ક્રાઇમ વધ્યા છે. આ ઉપરાંત લોકો જે તે કંપનીની ઇન્ફોર્મેશન લેવા માટે નેટ ઉપર કસ્ટમર કેરના નંબર લઈને કોલ કરતા હોય છે. જેમાં પણ આ સાઇબર ક્રાઇમ થતા હોય છે. તેમજ બીટકોઈન અપાવવાની લાલચમાં પણ સાયબર ક્રાઇમ આચાર હતા હોય છે. તેમજ સેક્સટોશન ક્રાઈમ આચારવામાં આવે છે. જેમાં વીડિયો કોલ કરીને લોકોનો ફેસ એડિટ કરી ત્યાર બાદ એડલ્ટ સીન એડ કરીને સાઇબર ક્રાઇમ આચરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને પણ સાઇબર ક્રાઇમ આચારવામાં આવતા હોય છે, ત્યારે લોકો આ તમામ બાબતોથી બચીને જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો તે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકી શકે છે.