Home /News /rajkot /Rajkot : ગર્લ્સ સેફ્ટી માટે બારકોડ સિક્યોરિટી સિસ્ટમ, એન્ટ્રી અને એક્ઝિટનો માતા-પિતાને મળે મેસેજ

Rajkot : ગર્લ્સ સેફ્ટી માટે બારકોડ સિક્યોરિટી સિસ્ટમ, એન્ટ્રી અને એક્ઝિટનો માતા-પિતાને મળે મેસેજ

રાજકોટમાં દીકરીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી ખાસ બાસકોડ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

ગર્લ્સની સેફ્ટી માટે રાજકોટના એક અર્વાચીન ગરબામાં બારકોડ સિક્ટોરિટી સિસ્ટમ રાખવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ બહાર જતા જ મોબાઈલમાં મેસેજ આવી જાય છે.

    Mustufa Lakdawala,Rajkot : નવરાત્રિ બરાબરની જામી છે. ત્યારે ગર્લ્સની સેફ્ટી માટે રાજકોટના એક અર્વાચીન ગરબામાં બારકોડ સિક્ટોરિટી સિસ્ટમ રાખવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ બહાર જતા મોબાઈલમાં મેસેજ આવી જાય છે. ફરી ગ્રાઉન્ડમાં અંદર આવો તે ગર્લ્સ સ્કેન થઈ જાય છે. અહીં કોઈ દિવસ પાસનું સેટિંગ કરવામાં આવતું નથી એટલે સારા લોકોને પ્રવેશ મળે છે. તેમજ બારકોડ સિસ્ટમને કારણે મેસેજ ગર્લ્સના માતા-પિતાના મોબાઈલમાં પણ જાય છે. આથી તેમને પણ ખબર પડી જાય છે કે, મારી દીકરી કેટલા વાગ્યે ગ્રાઉન્ડ બહાર ગઈ અને કેટલા વાગ્યે ગ્રાઉન્ડમાં ફરી આવી.


    કડવા પાટીદાર સમાજના ગરબામાં આવી સિક્યોરિટી


    રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કડવા પાટીદાર સમાજ આયોજિત ક્લબ યુવી રાસોત્સવમાં અનોખી સિક્યોરિટી રાખવામાં આવી છે. અહીં રોજ ગરબા રમવા આવતી યુવતી તન્વી બુટાણીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પછી નવરાત્રિ થઈ છે એટલે આખા ગ્રાઉન્ડમાં એટલો ઉત્સાહ જોવા મળે છે. તેમજ કોમ્પિટીશન માટે પણ બધા બહું આતુર છે. એડવાન્ટેજ હોય તેમ ડિસ એડવાન્ટેજ પણ હોય છે. સ્ટેમિના બધાની ઓછી થઈ ગઈ છે છતાં સાઉન્ડ સિસ્ટમ એટલું સારું છે કે, તમને જોઈને તાન આવે છે. સિક્યોરિટી સિસ્ટમની વાત કરું તો આખા રાજકોટમાં આવી ક્યાંય નથી.



    આવી છે બારકોડ સિક્યોરિટી સિસ્ટમ


    તન્વી બુટાણીએ સિક્યોરિટી વિશે વાત કરતા આગળ જણાવ્યું હતું કે, પાસમાં બારકોડ સિસ્ટમ રાખવામાં આવી છે. તમે જેવા ગ્રાઉન્ડની બહાર જાવ તો તમારા અને તમારા વાલીઓના મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે તમારી દીકરી ગ્રાઉન્ડ બહાર ગઈ છે. ફરી તમે અંદર આવો તો બારકોડ સ્કેન કરવામાં આવે છે. તેનો મેસેજ પણ આવે છે. આથી વાલીઓ ચિંતામુક્ત બની જાય છે. અમારું 100થી 150 લોકોનું ગ્રુપ છે. બધા પ્રોફેશનલ્સ છે, અહીં એક વસ્તુ સારી છે કે સેટિંગ થતું નથી. ફેમિલિયર માહોલ છે એટલે અહીં સેટિંગ થતું નથી.



    માતા-પિતા ચિંતામુક્ત રહે છે


    આયોજક હિતેશભાઈ ચાપાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે અમારા આયોજનમાં નવું નવું અપડેશન આવતું હોય છે. વર્ષે અમારા આયોજનનું 14મું વર્ષ છે. વર્ષે અમે ખેલૈયાઓની એન્ટ્રી-એક્ઝિટ માટે પાસમાં બારકોડ સિસ્ટમ લઈને આવ્યા છીએ. જેથી કરીને તેના પેરેન્ટ્સને ખબર પડે કે અમારી દીકરી કે દીકરો ક્યાં છે. માતા-પિતાને મેસેજ દ્વારા ખબર પડે છે કે પોતાના સંતાનો ક્યારે ગ્રાઉન્ડની બહાર ગયા અને ક્યારે અંદર આવ્યા. રોજ 8થી 10 હજાર ખેલૈયાઓ રમે છે.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Navratri 2022, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन