Rajkot Crime News: રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારની રાત્રે રેસ્ટોરન્ટ સંચાલકની હત્યાનો પ્રયાસ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ હત્યાના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ: રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારની રાત્રે રેસ્ટોરન્ટ સંચાલકની હત્યાનો પ્રયાસ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ હત્યાના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટનામાં ભોગ બનનાર અને રેસ્ટોરન્ટ સંચાલક હાર્દિક કુગસિયાની ફરિયાદના આધારે આઇપીસી ની કલમ 307, 323, 504, 143, 147, 148, 149 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ જીણા વિઠ્ઠલ ગોહેલ, મગન વિઠ્ઠલ ગોહેલ, ધર્મેશ, ગૌરવ, હર્ષિલ તેમજ શામજી વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકની હત્યાનો પ્રયાસ
સમગ્ર મામલે ફરિયાદીએ બી ડિવિઝન પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, મંગળવાર ની રાત્રે 11 વાગ્યે આસપાસ અમારા શેરીના નાકા ઉપર જીણાભાઈ તથા મગનભાઈના છોકરાઓ અન્ય છોકરાઓને ભેગા કરીને બેઠા હતા. તેમજ ગાળા ગાળી કરતા હતા. જેથી મેં તેમને ત્યાં બેસવાની ના પાડી ઠપકો આપ્યો હતો. જેથી જીણાભાઈ તથા મગનભાઈ હાથમાં છરી અને ધોકો લઈને આવ્યા હતા. તેમજ આવીને મને કહ્યું હતું કે શા માટે અમારા છોકરાને ગાળો દીધી. જીણાભાઈ અને મગનભાઈની સાથે ધર્મેશ ગૌરવ હર્ષિલ અને શામજીભાઈ પણ હાથમાં ધોકા લઈને આવ્યા હતા.
આ દરમિયાન જીણાભાઇએ મારી ઉપર છરી વડે હુમલો કરી મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અન્ય છોકરાઓએ પણ મારકુટ શરૂ કરી હતી. બૂમાબૂમ થતા રેસ્ટોરન્ટમાં જમવા આવેલા અજયભાઈ મઠીયા તેમજ મોહિતભાઈ વચ્ચે પડ્યા હતા અને મને છોડાવ્યો હતો. દરમિયાન ઇજાગ્રસ્ત થતા મને કુવાડવા રોડ ઉપર આવેલી ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં મને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સતત ક્રાઈમના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી રાજકોટ પોલીસ પણ પોતાની કામગીરી કામ કરી રહી છે, અને આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરંતુ રાજકોટમાં અત્યારે ખુલ્લેઆમ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ પોલીમને સીધો પડકાર ફેક્યો છે. હવે રાજકોટ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.