આ ખૂની હુમલામાં શૈલેષ કુંભાણી ગંભીર રીતે ઘાયલ થતાં તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
શૈલેષ કુંભાણી રાત્રે ગામની સીમમાં હોવાની ખબર પડતાંની સાથે રમેશ, ગુલો, નરેશ અને મયુર ચાર જેટલા શખ્સો ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં શૈલેષ કુંભાણીનો ભેટો થઇ જતા ચારેય શખ્સોએ તેની સાથે માથાકૂટ કરી હતી. જ્યાં લાકડી, ધોકા, પાઈપો સાથે તેના પર ખૂની હુમલો કરી ત્યાંથી નાસી છૂટયા હતા.
રાજકોટ (Rajkot)ના કુવાડવાના ગારીડામાં ચાર જેટલા શખ્સોએ યુવાનની હત્યા (Muredr) કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે શૈલેષ કુંભાણી નામના યુવાનની હત્યા થતા એરપોર્ટ પોલીસ (Rajkot Airport Police) દ્વારા આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા લાકડી, ધોકા અને પાઈપો વડે શૈલેષ કુંભાણી પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો.
આ ખૂની હુમલામાં શૈલેષ કુંભાણી ગંભીર રીતે ઘાયલ થતાં તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર મળે તે પૂર્વે જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષ કુંભાણી ગામની સીમમાં ચા પાનની કેબીન ધરાવતો હતો. શૈલેષ જાપાનની કેબીન બનાવી હોય તે બાબતે ગામમાં જ રહેતા રમેશ દેવશીને ખટકતું હતું. જેના કારણે અવારનવાર રમેશ પોતાના પુત્ર સાથે મળીને શૈલેષને ધાક ધમકી આપતો હતો. આ દરમિયાન છેલ્લા એક મહિનામાં રમેશે પોતાના પુત્ર સાથે મળીને શૈલેષ સાથે ઝઘડો કરી તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દરમિયાન શૈલેષ કુંભાણી રાત્રે ગામની સીમમાં હોવાની ખબર પડતાંની સાથે રમેશ, ગુલો, નરેશ અને મયુર ચાર જેટલા શખ્સો ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં શૈલેષ કુંભાણીનો ભેટો થઇ જતા ચારેય શખ્સોએ તેની સાથે માથાકૂટ કરી હતી. જ્યાં લાકડી, ધોકા, પાઈપો સાથે તેના પર ખૂની હુમલો કરી ત્યાંથી નાસી છૂટયા હતા.
પોતાના પુત્ર શૈલેષ ઉપર રમેશ સહિતના ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યાની જાણ થતા પરિવારજનો ગામની સીમમાં દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં શૈલેષને 108 મારફતે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શૈલેષ કુંભાણીને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેનું મૃત્યુ થયાનું જાહેર કર્યો હતો. બીજી તરફ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા એરપોર્ટ પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી જઇ જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી પીએમની કાર્યવાહી પણ પૂર્ણ કરાવી હતી.