મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)કોરોના મહામારી (Corona epidemic) માં માતા-પિતા અથવા માતા કે પિતા ગુમાવનાર બાળકો માટે પ્રાઈમ મિનિસ્ટર કેર ફોર ચિલ્ડ્રન યોજના (PM Care for Children Scheme)બહાર પાડી હતી. રાજકોટમાં આવા 54 બાળકો છે, જે કોરોનામાં અનાથ બન્યા હતા. આજેરાજકોટ જિલ્લાકલેક્ટર કચેરી (Rajkot Collector's Office) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ તમામ બાળકોના ખાતામાં સ્કોલરશીપ ટ્રાન્સફરકરવામાં આવીહતી.
જાણો આવી છે PM કેર ફોર ચિલ્ડ્રન યોજના
આ યોજનાનો હેતુ બાળકોને ભોજન, ઘર આપીને તેમની દેખરેખ અને સુરક્ષા કરવાનો છે. આવા બાળકોને શિક્ષણ અને સ્કોલરશિપ દ્વારા સશક્ત બનાવવાની સાથે સાથે 23 વર્ષની ઉંમરમાં 10 લાખની નાણાકીય સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનું છે. આ યોજના હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા બાળકોના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જેમાં 5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીમાં ભાજપના નેતાઓ હાજર રહ્યા
રાજકોટ કલેક્ટર કચેરીએ યોજાયેલા આજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ, જસદણના ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, કલેક્ટર અરુણ મહેશ બાબુ, અધિક કલેક્ટર કેતન ઠક્કર હાજર રહ્યા હતા. આ તમામે રાજકોટ જિલ્લાના 54 બાળકોને લાભો એનાયત કર્યા હતા.
હાયર એજ્યુકેશન માટે લોન માટે આ યોજના મદદરૂપ થશે
આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, જે કોઈને પ્રોફેશનલ કોર્સ માટે, હાયર એજ્યુકેશન માટે લોન જોઈએ તો તેમને પણ PM કેર્સ તેમાં મદદરૂપ થશે. રોજબરોજની બીજી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓના માધ્યમથી તેમના માટે મહિને 4000 રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે. આવા બાળકો જ્યારે શાળાનો અભ્યાસ પૂરો કરશે તો તેમના આગળના ભવિષ્યના સપના માટે પણ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાઓને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે 10 લાખ રૂપિયા એકસાથે મળશે. કોઈ બીમારી આવશે તો તેની સારવાર માટે પણ પૈસા જોઈએ. તેમના પરિવારજનોએ તે માટે પરેશાન થવાની જરૂર નથી. તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તેમાં 5 લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકાશે.
હાલ દર મહિને રૂ.4 હજારની સહાય ચાલુ
અરુણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, આજે 54 બાળકોને પ્રધાનમંત્રીની સહી વાળો સ્નેહપત્ર પણ આપવામાં આવ્યા છે. PM કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા-પિતા ગુમાવેલ તમામ અનાથ બાળકોને સહાય કરે છે. જેમાં દર મહિને તેમને રૂ.4 હજારની સહાય કરવામાં આવે છે, આ સાથે બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kutch City, Kutch Latest News, Rajkot News, કચ્છ સમાચાર, રાજકોટના સમાચાર