Mustufa Lakdawala,Rajkot : ઉનાળાની શરૂઆત હજુ થઇ નથી, તે પહેલા લીંબુનાં ભાવ આસમાને પહોચ્યા છે. રાજકોટની બજારમાં એક કિલો લીંબુનાં 80 રૂપિયા થી લઇને 100 રૂપિયા ભાવ છે.બજારમાં હાલ ચર્ચા કોઈ વસ્તુની છે તે મોંઘવારીની છે. એમાં પણ હાલ ટ્રેન્ડમાં લીંબુ ચાલી રહ્યા છે. કારણ કે લીંબુની ખટાશ એટલી વધી ગઈ છે કે, એક-એક ટીપું એટલું મોંઘુ બની ગયું છે કે, લોકોના દાંત ખાટા થઈ ગયા છે.ગરમીથી રાહત આપતા પીણા પણ લીંબુના કારણે મોંઘા થઈ ગયા છે.
ઉનાળાની હજી તો શરૂઆત થઈ રહી છે.ત્યારે ગરમીમાં લોકો ઠંડક મેળવવા માટે ઠંડાપીણા, રસ અને લીંબુ શરબતનો ઉપયોગ કરે છે.ત્યારે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લીંબુની માંગ વધી ગઇ છે. ઉનાળાની ગરમી વધશે.તેમ લીબુની માંગ પણ વધશે. જેને લઈ આગામી સમયમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે.
છુટક ભાવ 80 થી લઇને 100 રૂપિયા ભાવ લીંબુના વેપારીના કેતનભાઈ જણાવ્યું હતું કે, અત્યારે માર્કેટમાં મંદી છે. ઘરાકી પણ ઓછી છે. લીંબુના ભાવ પાછા પડ્યા છે.અત્યારે લીંબુના ભાવ 80 રૂપિયાના કિલો છે. રિટેલમાં અત્યારે 80 થી લઇને 100 રૂપિયાના કિલો વેચાઈ છે.જ્યારે જથ્થાબંધમાં મણનાં 1200થી 1500 રૂપિયા બોલાઈ છે.
ગ્રાહકને 30 રૂપિયાનાં 250 ગ્રામ લીંબુ મળે 100ના લિટર પેટ્રોલમાં લોકો કેમ ટેવાઈ ગયા છે.તેવી જ રીતે લોકો લીંબુના ભાવમાં પણ ટેવાઈ ગયા છે.ગ્રાહકના જણાવ્યા અનુસાર, અત્યારે લીંબુના ભાવમાં વધારો થયો છે.ગરમીમાં લીંબુ સરબતનું પ્રમાણ વધી જાય છે. એટલે લીંબુના ભાવ વધી ગયા છે. પહેલા 50ના કિલો લીંબુ હતા અત્યારે 30ના 250 ગ્રામ લીંબુ આવે છે.