Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં કોરોનાના કેસ વધતાં શાળાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું

Rajkot: રાજકોટમાં કોરોનાના કેસ વધતાં શાળાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું

રાજકોટની

રાજકોટની શાળાઓમાં માસ્ક ફરજિયાત

શાળાઓમાં આવતા દરેક વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવું (Mandatory wearing of masks) તેવું કહેવામાં આવ્યું છે. જો સ્કૂલ દ્વારા આ બાબતે ઢીલાશ રાખવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં ફરી કોરોનાએ(Corona cases in Rajkot) માથું ઊંચક્યુંછે. બીજી તરફ તાજેતરમાં ઉનાળુ વેકેશન(Summer Vacation) પૂરું થતા સ્કૂલો(Schools) ફરી ધમધમવા લાગી છે. સ્કૂલોમાં બાળકોને કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી(DEO) બી.એસ. કૈલા દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય(Important decision) લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની માધ્યમિક(Secondary) અને ઉચ્ચતર માધ્યમિક(Higher secondary) તમામ સરકારીઅને ખાનગી શાળાઓનેકડક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શાળાઓમાં આવતા દરેક વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરવું(Mandatory wearing of masks) તેવું કહેવામાં આવ્યું છે. જો સ્કૂલ દ્વારા બાબતે ઢીલાશ રાખવામાં આવશે તો કડક કાર્યવાહીકરવાનો પણ નિર્દેશ આપ્યો છે.


    ફરજિયાત માસ્કના નિર્ણયને અમે વધાવીએ છીએઃ વાલી


    વાલી પ્રવીણશા પઠાણે જણાવ્યું હતું કે, સરકાર તરફથી હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોને ફરિયાત માસ્ક પહેરાવીને સ્કૂલે મોકલવા તેને વધાવીએ છીએ. હું મારા પુત્રને માસ્ક પહેરાવીને અને હેન્ડ સેનેટાઇઝ કરાવીને મોકલું છું. નિર્ણયથી અમે ખૂબ ખુશ છીએ. શાળામાંથી પણ સારો એવો સાથ-સહકાર મળી રહે છે. જેનાથી અમારા બાળકોનું પ્રોટેક્શન પણ જળવાઇ રહે છે. મારા તરફથી બધા વાલીઓને અપીલ કરું છું કે, તમારા બાળકને તાવ, શરદી કે ઉધરસ હોય તો શાળાએ મોકલશો. જેથી કરીને બીજા બાળકને ઇન્ફેક્શન લાગે અને તેમનું પ્રોટેક્શન જળવાઇ રહે.


    શાળામાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે નિર્ણય લેવાયો


    અંગે બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધે તે માટે અને બાળકોની સલામતિને ધ્યાનમાં લઇને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફરજિયાત માસ્ક પહેરીને આવે તેવી સૂચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓના સંચાલકોએ પણ શાળામાં SOPનું પાલન કરવાનું રહેશે.


    શાળાઓએ પણ સરકારની SOPનું પાલન કરવાનું રહેશે


    કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ સ્કૂલોએ પણ SOP મુજબ સેનિટાઇઝેન, સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું રહેશે. જોકે હજી સુધી એકેય શાળામાં વિદ્યાર્થીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવું મારા ધ્યાન પર આવ્યું નથી. સિવાય આરોગ્ય વિભાગની મદદથી સ્કૂલોમાં ફરીથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન અપાવવાની કામગીરી શરૂ કરાશે. કોઈ વિદ્યાર્થીને શરદી-ઉધરસ કે તાવ આવતો હોય તો વાલીઓને પણ પોતાના બાળકોને સ્કૂલે મોકલે તેવી પણ સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવી છે. કારણ કે, બીમારી સાથે આવેલો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને પણ ચેપ ફેલાવે છે.


    આ પણ વાંચો - Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેશે સમેસ્ટરની વર્ષમાં બે વખત પરીક્ષા, વિદ્યાર્થીઓને આપશે ફ્રી ડિગ્રી સર્ટિફિકેટ

    બીમાર બાળકોને શાળાએ મોકલવા અપીલ


    કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, શરદી-ઉધરસ, તાવ કે માથુ દુઃખતું હોય તો વાલીઓ પોતાના બાળકની નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી લેવાની પણ અપીલ કરું છું. હાલ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમો સ્કૂલોમાં જાય છે, વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી દર વર્ષે નિયમિત થતી હોય છે. પરંતુ કોરોનાકાળમાં ગત વર્ષે સઘન ચકાસણી કરી હતી તે વખતે પણ કરવામાં આવશે. સામાન્ય રીતે આરોગ્ય છે બાળકોની તંદુરસ્તી સાથે જોડાયેલ છે. શાળાઓમાં પણ કોઈ બેદરકારી સામે આવશે તો અમે બિલકુલ ચલાવી લેશું નહીં. કોઈ સ્કૂલમાં કોરોનાનો કેસ આવ તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું.

    Published by:kiran mehta
    First published:

    Tags: Rajkot News, રાજકોટના સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन