Home /News /rajkot /Rajkot News: રાજકોટ SOGની કાર્યવાહી, ભાવનગર રોડ પરથી લાખ્ખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Rajkot News: રાજકોટ SOGની કાર્યવાહી, ભાવનગર રોડ પરથી લાખ્ખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ

રાજકોટમાંથી ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી

Rajkot News: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે મહંમદફ્યાઝ ગલાણીની ધરપકડ કરી છે.

રાજકોટઃ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે મહંમદફ્યાઝ ગલાણીની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના રિમાન્ડ માટે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.

પ્રાથમિક તપાસમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જે. ડી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, ‘રાજકોટ શહેર વિસ્તારમાં યુવા ધન નશાના રવાડે ચડી ગયું છે. નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવાનો ‘ડ્રગ્સ ઇન રાજકોટ મિશન’ અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી છે. જે સંદર્ભે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આજીડેમ ચોકડીથી આગળ ભાવનગર રોડ ઉપર જૈન દેરાસર પહેલાં મહંમદફયાઝ નામનો શખ્સ મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે ઉભો છે. બાતમી અનુસાર તેની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસે રહેલો જથ્થો મેફેડ્રોન ડ્રગ્સ જ છે કે કેમ તે બાબતે પરીક્ષણ અર્થે એફએસએલના અધિકારી વાય. એચ. દવેની પણ મદદ લેવામાં આવી હતી. તેમણે પ્રાથમિક પરીક્ષણ કરી આરોપી પાસેથી મળી આવેલો જથ્થો મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જાહેર કર્યું છે.’


પોલીસે લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો


ત્યારે આવતીકાલે આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી રિમાન્ડ મળીએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આરોપી કેટલા સમયથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલો છે. પોતાની પાસે રહેલો જથ્થો તેને કેવી રીતે કોની પાસેથી અને ક્યારે મેળવ્યો હતો. પોતાની પાસે રહેલ જથ્થો તે કોને આપવાનો હતો. તે સહિતની તમામ બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવશે. હાલ પોલીસે ડ્રગના જથ્થા સહિત કુલ 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Drugs Case, Gujarat Drugs, Rajkot crime news, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन