Home /News /rajkot /Covid 19 Case: કોરોનાના વધતા કેસને લઈને રાજકોટમાં શું તૈયારી કરવામાં આવી?

Covid 19 Case: કોરોનાના વધતા કેસને લઈને રાજકોટમાં શું તૈયારી કરવામાં આવી?

X
કોરોનાના

કોરોનાના વધતા કેસને લઈને રાજકોટ સિવિલમાં અલગ વોર્ડની વ્યવસ્થા

રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટમાં હવે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ છે.અત્યારે ઈન્ડોરમાં એક દર્દી દાખલ છે.જે મિનિમમ ઓક્જિન પર છે.

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.માત્ર રાજકોટમાં જ નહિં પણ ગુજરાતમાંથી પણ હવે કોરોનાનો આંકડો વધી રહ્યો છે.જેથી તંત્ર પણ કોરોનાને પહોંચી વળવા માટે કામે લાગી ગઈ છે.ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.

    રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ મામલે સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટમાં હવે કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ છે.અત્યારે ઈન્ડોરમાં એક દર્દી દાખલ છે.જે મિનિમમ ઓક્જિન પર છે.

    અહીં ક્લિક કરીને વાંચો,... Baby Bike: પુત્રની જીદ પુરી કરવા પિતાએ બનાવડાવ્યું અનોખું બેબી બાઈક, આજુ-બાજુવાળા જોવા આવે છે!

    વધુમાં જણાવ્યું હતું કે આ દર્દીની જનરલ કન્ડીશન નોર્મલ છે. જ્યા સુધી કોવિડની વાત છે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે તૈયાર છે. આ માટે અલગથી ઓપીડી પણ ચાલુ કરી દેવામાં આવી છે.

    24/7 અલગથી ઓપીડી ચાલુ રાખવામાં આવી છે.અહિંયા રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.જરૂર પડે તો આરટીપીસીઆર પણ કરવામાં આવે છે. અલગથી કોવિડ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.આ 100 બેડની હોસ્પિટલ છે. જેમાં આઈસીયુ અને જનરલ વોર્ડ પણ સામેલ છે.



    કોવિડ માટેની તમામ તૈયારી છે.બાળકો માટે પણ 100 બેડની વ્યવસ્થા છે.ઓક્સિજન સહિતની તમામ તૈયારી કરવામાં આવી છે. આ સાથે જ ડ્રગ્સ પણ પુરતા પ્રમાણમાં છે.જેથી સિવિલ હોસ્પિટલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
    First published:

    Tags: Local 18, કોરોના, રાજકોટ