Home /News /rajkot /

Rajkot Firing: રાજકોટમાં આર્મીમેનના આતંકનો લાઈવ વીડિયો, બંદૂક સાથે મચાવી ધમાલ, ફાયરિંગ કરતા એકનું મોત

Rajkot Firing: રાજકોટમાં આર્મીમેનના આતંકનો લાઈવ વીડિયો, બંદૂક સાથે મચાવી ધમાલ, ફાયરિંગ કરતા એકનું મોત

રાજકોટમાં આર્મીમેનનો આતંક

Rajkot army man firing: રાજકોટની મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ભયાવહ છે. ગાંધીગ્રામ પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ થયો.

  રાજકોટ: રાજકોટમાં આર્મીમેનના બંદૂક (Rajkot army man video) સાથેના આતંકનો બનાવ બન્યો છે. ગત રાત્રે બનેલા બનવામાં ફાયરિંગ કરતા એક રાહદારીનું મોત થયું છે. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આર્મીમેન બંદૂક સાથે આવે સાંઢિયા પુલ પાસે આતંક મચાવે છે. હકીકતમાં અહીં અમુક લોકો વચ્ચે કૌટુંબિક ઝઘડો (Family dispute) ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંને પક્ષકારોને સમજાવવા વચ્ચે પડેલા એક રાહદારીને આર્મીમેને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં પોલીસે આતંક મચાવનાર આર્મીમેન તથા અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંધીગ્રામ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજકોટની મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ભયાવહ છે. જેમાં આર્મીમેન તરીકે ઓળક આપનાર અજીલનો હથિયાર સાથેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોઈને એવું લાગી કે જાણે કોઈ આતંકી પોતાની ગન સાથે રસ્તા પર ઉતરી આવ્યો હોય.

  શું હતી આખી ઘટના?


  રાજકોટ શહેરમાં પતિ-પત્નીની અંદરોઅંદરની લડાઈમાં એક રાહદારીનું મોત થયું છે. હકીકતમાં કૌટુંબિક ઝઘડો શાંત પડાવવા જતાં રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે અર્શિલ ખોખર (Arshik Khokhar) અને સાનિયા ખોખર (Sania Khokhar)ના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા છે. પરંતુ પતિ અર્શીલ ખોખર પોતાની પત્ની પર અવારનવાર શંકા-કુશંકા કરતો હતો. આ કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારના રોજ સાનિયા અજમેર શરીફથી રાજકોટ પોતાના પિયરીયાઓ સાથે પરત ફરી હતી. રાજકોટ પરત ફર્યા બાદ સાનિયા પોતાના સાસરે ગઈ હતી. જ્યાં તેણીના પતિએ તેની સાથે ઝઘડો કરી ઘરની બહાર કાઢી મૂકી હતી.


  પતિએ પત્નીને કાઢી મૂકી


  પતિએ સાનિયાને એવું કહીને કાઢી મૂકી હતી કે, તું એક જતી રહેશે તો તારી જગ્યાએ બીજી ચાર આવી જશે. ત્યાર બાદ સાનિયા પોતાના મામાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી. સમગ્ર મામલે સાનિયાના મામા જાહિદભાઈ અને મામી દિલશાદે સાનિયાના સાસરિયાઓ સાથે વાતચીત કરી હતી. જે બાબતે ઝઘડાનો ખાર રાખી અર્શિલ ખોખર, અજિલ ખોખર, આરીફ ખોખર અને મિનાજબેન ખોખર માથાકૂટ કરવા સાનિયાના મામાને ત્યાં પહોંચ્યા હતા.

  આરોપીઓએ કરી તોડફોડ


  આ સમયે દિલશાદ ઘરે એકલી હાજર હતી ત્યારે આરોપીઓએ આવીને ઘરમાં તોડફોડ કરી હતી અને ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ દિલશાદે પોતાના પતિ જાહિદ શેખને કરી હતી. આ સમયે તે બજરંગ વાડી ખાતે હતો. ત્યાંથી તે ઘરે આવી રહ્યો હતો ત્યારે સાંઢિયા પુલ પાસે ચારેય આરોપીઓ અને જાહિદ શેખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમયે દિલશાદ પણ ત્યાં આવી પહોંચતા આરોપીઓએ તેણીને માર માર્યો હતો.


  આર્મીમેન અજિલ ખોખરે કર્યું ફાયરિંગ


  આરોપી અને પોતે આર્મીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપનાર અજીલ આરીફભાઈ ખોખરે પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. આ સમયે જીએસટી વિભાગમાં કમિશનરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઈ દાતી પોતાના બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એક જાગૃત નાગરિક તરીકે સુભાષભાઈ દાતી પોતાનું બાઈક પાર્ક કરી બંને પક્ષો વચ્ચે થયેલ ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સમયે આરોપીએ પોતાના પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કરતા સુભાષભાઈ દાતી ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવતા હોસ્પિટલ ખાતે હાજર રહેલા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


  બે અન્ય લોકો ઈજગ્રસ્ત


  સમગ્ર મામલામાં જાહિદના મોટાભાઈ તેમજ પત્ની દિલશાદ ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને થતા તાત્કાલીક અસરથી DCP પાર્થરાજસિંહ ગોહિલ, DCP સુધીર દેસાઈ, એસીપી પ્રમોદ દિયોરા, પી.આઈ જય ધોળા અને પીઆઈ જી.એમ.હડિયા સહિતનો સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Firing, ગુનો, પોલીસ, રાજકોટ

  આગામી સમાચાર