Home /News /rajkot /Rajkot Crime: રાજકોટમાં લુખ્ખા તત્વોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જુઓ લાઈવ CCTV

Rajkot Crime: રાજકોટમાં લુખ્ખા તત્વોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જુઓ લાઈવ CCTV

રાજકોટ શહેરમાં એક બાદ એક લુખ્ખાતત્વો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તે મુજબના બનાવો સામે આવી રહ્યા છે.

Rajkot News: સીપી કચેરી ખાતે દોડી આવેલી મહિલાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આરોપીઓ અમારા લતાની આસપાસ રહેતી મહિલાઓની છેડતી કરે છે. તેમજ લુટફાટ પણ કરે છે.

રાજકોટ (Rajkot Crime News) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં એક બાદ એક લુખ્ખા તત્વો દ્વારા પોલીસ (Rajkot Police)ને પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તે મુજબના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે લુખ્ખા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્થાનિક લોકોની મદદ ન આવતા લોકોએ સ્પેશિયલ પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવા જવાની ફરજ પડે છે.



રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યાં હોઇની રાવ ખુદ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સુધી પહોંચી છે. થોરાળા વિસ્તારમાં આવેલા ચૂનારાવાડ ચોક પાસે રહેતી મહિલાઓ, પુરુષો તેમજ બાળકો સીપી કચેરી સુધી દોડી ગયા હતા. પોલીસ કમિશનર કચેરી સુધી દોડી આવેલા લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોપાલભાઈ રમેશભાઈ ધૂળધોયા, ભાવેશભાઈ સુરેશભાઈ ધૂળધોયા અને ધિંગુબેન બાબુભાઈ ધૂળધોયા દ્વારા વિસ્તારના લોકોને શારિરીક માનસિક ત્રાસ આપવા બાબતની રજૂઆત એક વખત થોડા પોલીસને કરવામાં આવી છે. તેમ છતાં આરોપીઓ દ્વારા અવારનવાર લોકો પર ત્રાસ ગુજારવામાં આવે છે.

આ પણ વાંચો- પરિવારજનો માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળકીના પેટમાંથી નીકળ્યો 510 ગ્રામનો વાળનો ગુચ્છો

સીપી કચેરી ખાતે દોડી આવેલી મહિલાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આરોપીઓ અમારા લતાની આસપાસ રહેતી મહિલાઓની છેડતી કરે છે. તેમજ લુટફાટ પણ કરે છે. વિસ્તારમાં બેફામ ગાળો બોલી લોકોના ઘરમાં તોડફોડ પણ કરે છે. તેમજ ગેરકાયદેસર મંડળી રચી મહિલાઓને ત્રાસ આપી ઘર ખાલી કરવાની પણ ધમકી આપે છે. ત્યારે ગત મોડી રાત્રે પણ આરોપીઓ એકઠા થઈને લોકોના ઘર પર પથ્થરમારો કર્યો હોય તેમજ કાચની બોટલોના પ્રહાર કર્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સીપી કચેરી ખાતે દોડી આવેલા લોકોએ લુખ્ખાતત્વોને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Crime Branch Rajkot, Latest News Rajkot, Latest News Rajkot Crime, Rajkot CCTV, Rajkot city, Rajkot Crime

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन