Home /News /rajkot /કબુતર સાથે બર્બરતા આચરતો હતો શખ્સ, વૃદ્ધે વિરોધ કર્યો તો હુમલો કરી રિવોલ્વર લૂંટી લીધી
કબુતર સાથે બર્બરતા આચરતો હતો શખ્સ, વૃદ્ધે વિરોધ કર્યો તો હુમલો કરી રિવોલ્વર લૂંટી લીધી
એક શખ્સે વૃદ્ધ પર કર્યો હુમલો
Rajkot News: રાજકોટ શહેરમાં જાણે કે, ચોરી લૂંટફાટની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ એક બાદ એક ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં કબુતર સાથે કૃરતા આચરનારા શખ્સને ટપારતા તેણે વૃદ્ધ ઉપર હુમલો કરી તેમની પરવાના વાળી રિવોલ્વર લૂંટી લીધી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં જાણે કે, ચોરી લૂંટફાટની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ એક બાદ એક ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં કબુતર સાથે કૃરતા આચરનારા શખ્સને ટપારતા તેણે વૃદ્ધ ઉપર હુમલો કરી તેમની પરવાના વાળી રિવોલ્વર લૂંટી લીધી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી રેલવે પોલીસનો કાફલો તેમજ સીટી પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વૃદ્ધ વ્યક્તિ પર કર્યો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા સિલ્વર સ્ટોન સોસાયટીમાં રહેતા તેમજ લુહાર નગરમાં બંસીધર ચા ની હોટલ ચલાવતા સવજીભાઈ ડાંગર ઉપર હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સવજીભાઈ ડાંગર છેલ્લા 10 વર્ષથી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલા ખુલ્લા પટમાં પક્ષીઓ માટે ચણ નાખવાનું કામ કરે છે. તેમજ કૂતરાઓને દૂધ આપવાનું નિયમિત કામ કરે છે.
બુધવારના રોજ પણ તેઓ નિયમિત સમય મુજબ કબૂતરને ચણ નાખવા ગયા હતા. પરંતુ ત્યાં એક શખ્સ કબૂતરને પાણીની ડોલમાં ડુબાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમજ બાજુમાં તેને ભડકો પણ કરી રાખ્યો હોય જેથી સવજીભાઈ ડાંગરે ક્રુરતા આચરનારા શખ્સની પાણીની ડોલને પાટુ માર્યું હતું. જેથી અજાણ્યો શખ્સ ઉસકેરાઈ જઈ તેને સવજીભાઈ સાથે ઝઘડો કરી બાજુમાં પડેલો લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ સવજીભાઈના કમરે લટકાયેલી પરવાના વાળી રિવોલ્વર લૂંટીને ભાગી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે ઈજા પામનારા સવજીભાઈને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે લૂંટની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વૃદ્ધ ઉપર હુમલો કરનારો અજાણ્યો વ્યક્તિ ક્યારે અને કેટલા સમયમાં પકડાઈ છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. રાજકોટમાં પ્રતિદિન ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, આ મામલે પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.