Home /News /rajkot /Rajkot: રાજકોટની ખાનગી કંપનીમાં વર્ષો જૂની પરંપરા, પહેલા રાષ્ટ્રગાન પછી કામ
Rajkot: રાજકોટની ખાનગી કંપનીમાં વર્ષો જૂની પરંપરા, પહેલા રાષ્ટ્રગાન પછી કામ
ફાલ્કન કંપની દરરોજ રાષ્ટ્રગાન ઉપરાંત શહીદ પરિવારને આર્થિક મદદ પણ કરી છે.
રાષ્ટ્રગાન કરવાથી કર્મચારીઓમાં પણ આત્મવિશ્વાસ જાગતો હોય છે. આ ફાલ્કન કંપની દરરોજ રાષ્ટ્રગાન ઉપરાંત શહીદ પરિવારને આર્થિક મદદ પણ કરી છે. અત્યાર સુધીમાં 60 જેટલા શહીદ પરિવારોને આર્થિક મદદ કરી ચૂકી છે.
હાર્દિક જોશી, રાજકોટ: સામાન્ય રીતે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો (National festivals) ઉપર જ ધ્વજ વંદન થતું હોય છે. જો કે રાજકોટ (Rajkot)ની એક ખાનગી કંપનીમાં દરરોજ ધ્વજવંદન (national anthem) થાય છે. રાજકોટ શહેર નજીક આવેલી એક ખાનગી કંપનીમાં દરરોજ પહેલા રાષ્ટ્રગાન થાય છે ધ્વજ વંદન થયા બાદ અહીંના કર્મચારીઓ પોતાના કામ પર જતા હોય છે. આ ખાનગી કંપનીની વર્ષ 2007માં શરૂઆત થઈ ત્યારથી કંપનીના ફાઉન્ડર સહિતના કંપનીના ઉચ્ચ હોદ્દેદારોએ નક્કી કર્યું હતું કે, તેમની કંપનીમાં દરરોજ રાષ્ટ્રગાન થયા બાદ જ કંપનીનું કામ શરૂ કરવામાં આવશે.
વર્ષ 2007 થી રાષ્ટ્રગાનની આ પરંપરા આજ સુધી ચાલી આવી છે. આ કંપનીમાં 500 જેટલા કર્મચારીઓ કામ કરે છે તે તમામ કર્મચારીઓ સમૂહમાં રાષ્ટ્રગાન કરે છે. આ રાષ્ટ્રગાન કરવા પાછળ કંપનીના એક્ઝિટિવ ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે અમારી કંપનીએ ખેડૂતોને લગતી પ્રોડક્ટ બનાવે છે અને ખેડૂતો આ દેશનું અભિન્ન અંગ છે એટલા માટે રાષ્ટ્રદાન કર્યા બાદ કર્મચારીઓમાં રાષ્ટ્રભાવના જાગતી હોય છે અને ખેડૂતોને સારી પ્રોડક્ટ મળે તેવા દરેક કર્મચારીઓના પ્રયાસો રહેતા હોય છે.
રાષ્ટ્રગાન કરવાથી કર્મચારીઓમાં પણ આત્મવિશ્વાસ જાગતો હોય છે. આ ફાલ્કન કંપની દરરોજ રાષ્ટ્રગાન ઉપરાંત શહીદ પરિવારને આર્થિક મદદ પણ કરી છે. અત્યાર સુધીમાં 60 જેટલા શહીદ પરિવારોને આર્થિક મદદ કરી ચૂકી છે. જ્યારે કોઈ વીર જવાન શહીદ થાય છે ત્યારે તેમના પરિવારને 25000 રૂપિયા જેટલી આર્થિક સહાય આ કંપની દ્વારા કરવામાં આવે છે તેમજ વીર શહીદ જવાનોના મોટા પોસ્ટર બનાવી કંપનીમાં રહેલા રાષ્ટ્રધ્વજ પાસે રાખવામાં આવ્યા છે.