Home /News /rajkot /શું રાજકોટનાં શિક્ષકે ક્લાસ વચ્ચે જ વિદ્યાર્થિનીને કહી દીધું આઈ લવ યુ? વાલીનો ગંભીર આક્ષેપ

શું રાજકોટનાં શિક્ષકે ક્લાસ વચ્ચે જ વિદ્યાર્થિનીને કહી દીધું આઈ લવ યુ? વાલીનો ગંભીર આક્ષેપ

શાળાએ શિક્ષકના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે.

Rajkot News: બીજી બાજુ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સંચાલક, અશોક પાંભરે મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષકનો પક્ષ મુક્યો હતો. જેમા તેમણે જણાવ્યુ કે, અમારી શાળામાં ધોરણ 8માં ઈંગ્લિશ મીડિયમના શિક્ષક બાલમુકુન્દ સર વિદ્યાર્થીઓને ગણિતની પ્લસ અને માઈનસની ફોર્મ્યુલા સમજાવી રહ્યા હતા.

વધુ જુઓ ...
રાજકોટ: રાજ્યમાં ફરીથી શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને વર્ગખંડમાં જ આઈ લવ યૂ કહ્યું હોવાનો ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. શહેરના મોરબી રોડ પર આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગણિત ભણાવતા બાલમુકુન્દ નામના શિક્ષક પર વિદ્યાર્થિની અને તેમના વાલીએ આ આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગેની શાળાનાં આચાર્યને પણ ફરિયાદ કરી છે. જે બાદ આ મામલો જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ સુધી પહોંચ્યો છે. શિક્ષક અને શાળાએ સ્પષ્ટતા સાથે ક્લાસરૂમના CCTV પણ જાહેર કર્યા. તેમણે કહ્યું કે, ગણિતનો હાવ દૂર કરવા માટે થઈને શિક્ષક દ્વારા આઈ લવ ધીસ ફોર્મ્યુલા એવું બોલવાનું કહેવાયું હતું. જ્યારે વાલીનો આરોપ છે કે, આ શાળામાં ત્રીજી વખત આવું બન્યું છે.

શાળામાં મચ્યો હંગામો


વિદ્યાર્થિનીએ ઘરે આ અંગેની વાત કરતા વાલીએ ગણિત વિષયના શિક્ષક બાલમુકુન્દ સર સામે કડક પગલાં લેવાની માંગણી કરી હતી. આ સાથે તેમણે સ્કૂલમાં હંગામો પણ મચાવ્યો હતો. વાલીએ કહ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષક એ વિદ્યાર્થીના ગુરુ કહેવાય અને ગુરુ થઇને તેઓ આવું કરે તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય.

આ પણ વાંચો: સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ અલગ બે જગ્યાએ ચોરીની ઘટના

શિક્ષકનો બચાવ


જોકે, બીજી બાજુ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સંચાલક, અશોક પાંભરે મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષકનો પક્ષ મુક્યો હતો. જેમા તેમણે જણાવ્યુ કે, અમારી શાળામાં ધોરણ 8માં ઈંગ્લિશ મીડિયમના શિક્ષક બાલમુકુન્દ સર છે જે બહારના રાજ્યના છે. તેઓ બધા વિદ્યાર્થીઓને ગણિતની પ્લસ અને માઈનસની ફોર્મ્યુલા સમજાવી રહ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થિનીને આ ફોર્મ્યુલા બોલવા ઊભી કરી અને તેને આ ફોર્મ્યુલા ન આવડી. જેથી સરે તેને કહ્યું કે, ‘આઈ લવ ધીસ ફોર્મ્યુલા’એવું બોલ જેથી તને આ ફોર્મ્યુલા પ્રત્યેનો અણગમો દૂર થઇ જશે. તેમણે વિદ્યાર્થિનીને ‘આઈ લવ યુ’ બોલવાનું કહ્યું જ નથી. ત્યારબાદ અમે ક્લાસની અન્ય વિદ્યાર્થિનીઓને પણ બોલાવીને પૂછ્યું. આ ઉપરાંત અમારી પાસે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે, સર શું શીખવે છે. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ અમે જિલ્લા શિક્ષણાધિકારીને પણ મોકલી દીધા છે. વાલીને પણ અમે સીસીટીવી ફૂટેજ બતાવવા તૈયાર હતા પરંતુ તેઓ સમજવા તૈયાર ન હતા અને આખી વાતનું ખોટું અર્થઘટન કરાયું છે.

વાલી જ્યારે શાળાનાં આચાર્ય અને શિક્ષક સાથે વાત કરતા હતા ત્યારે નીચે પ્રમાણેનો સંવાદ યોજાયો હતો.


શિક્ષક: મેં એને મોટિવેટ કરવા માટે થઈને કીધું કે, YOU SAY I LOVE THIS FORMULA
વાલી: નહીં રોંગ
શિક્ષક: ઓકે તો શું કીધું તું મેં
વાલી: તમે એમ કીધું કે તું બોર્ડ સામે જોઈને બોલ I LOVE YOU MATHS એ શબ્દ નથી વાપર્યો તમે
શિક્ષક: I LOVE YOU એટલે એના માટે.. I LOVE YOU એટલે કોના માટે?
વાલી: હા પોઈન્ટ એ જ આવે છેશિક્ષક: YOU કોના માટે તમે યુઝ કરો છો.. એવું તમે શું સમજો છો?
વાલી: હું બધું સમજું છું. સર, તમે રહેવા દો.. આ ત્રીજીવાર બન્યું છે આ સ્કૂલમાં. સ્ટડીની વાત અલગ છે, મસ્કરીની વાત અલગ છે, મસ્કરીની વાત અલગ છે, હું તમને કહું છું ને તમે એમ કીધું કે I LOVE YOU MATHS બોલ
શિક્ષક: હવે જો સર એ એક્જેક્ટ વર્ડ શું છે એ મનેય યાદ નથી
વાલી: બસ એમ ક્યો કે મને યાદ નથી, કાલનું તમને યાદ નથી તો તમે ગુરૂ કેમ કહેવાવ. ગઈકાલનું તમને યાદ ન રહે તો તમે ગુરૂ કેમ કહેવાવ. તમે અહીં ગુરૂ છો, હું એમ નથી માનતી કે મારી દીકરી, આખી સ્કૂલની દીકરીઓ મારી દીકરી છે આ ત્રીજીવાર બનાવ બન્યો છે સ્કૂલમાં.
First published:

Tags: ગુજરાત, રાજકોટ

विज्ञापन