Home /News /rajkot /રાજકોટઃ પતિની કુશંકાથી થાકેલી પત્ની પુત્રો સાથે બેઠી રિસામણે, કેસ કરતા પતિએ ઝેર ગટગટાવ્યું

રાજકોટઃ પતિની કુશંકાથી થાકેલી પત્ની પુત્રો સાથે બેઠી રિસામણે, કેસ કરતા પતિએ ઝેર ગટગટાવ્યું

પ્રતીકાત્મક તસવીર

rajkot ajabgajab case: રાજકોટ શહેરના પેલેસ રોડ પર રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અરવિંદ મહેતાએ રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ કરતા ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટઃ  રાજકોટ શહેરમાં (Rajkot city) આપઘાતના પ્રયાસનો (suicide attempt) એક અજીબોગરીબ (Ajab-Gajab) કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં રિસામણે બેઠેલી પત્ની ભરણપોષણનો કેસ (Wife maintenance case) કરતા પતિએ ઝેર (husband drunk poison) ગટગટાવી પોતાનું જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના પેલેસ રોડ પર રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના અરવિંદ મહેતાએ રિસામણે બેઠેલી પત્નીએ ભરણપોષણનો કેસ કરતા ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું સામે આવ્યું છે. સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈના લગ્નને 20 વર્ષ જેવો સમય થઈ ગયો છે.

ત્યારે લગ્નજીવન દરમિયાન તેમની અને તેમની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા. તો સાથે જ લગ્ન જીવન દરમિયાન સંતાનમાં તેમને બે પુત્રો પણ છે.  અરવિંદભાઈ પોતાની પત્ની પર શંકા-કુશંકા કરતા હોવાના કારણે તેની અને તેમની પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ પણ થતી હતી.

ત્યારે તેમની પત્ની રાજકોટ રહેતા તેના ફઇના દીકરા ના ઘરે બે પુત્રો સાથે રિસામણે આવેલી હતી. જે બાબતે અરવિંદભાઈએ સમાધાન કરવાના પ્રયાસ પણ કર્યા હતા.પરંતુ કોઇ કારણોસર સમાધાન ન થતા તેમની પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જે બાબતની નોટિસ મળતા તે પોતાની પત્ની પાસે રાજકોટ આવ્યો હતો.
" isDesktop="true" id="1124329" >

પરંતુ પત્ની સાથે કોઈ પણ પ્રકારની વાત ન થતા પેલેસ રોડ પર આવેલ ગુંદાવાડી પોલીસ મથક પાસે તેને ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પીવાના કારણે તેને ગંભીર અસર પહોંચતા તાત્કાલિક અસરથી તેને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાની સાથે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા બનાવ બાબતની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Husband wife fight, Husband Wife Relation, OMG story, Rajkot Civil Hospital

विज्ञापन