શહેરના તમામ મુખ્ય ચોકમાં વાહનોની વધતી ભીડ અને મનપાની બસો સહિત વાહનોમાં ઓકાતો ધુમાડો અને સુકા હવામાનથી નાક મારફત સીધી ફેફસાંમાં પહોંચી જાય તેવા રજકણો એટલે કે પીએમ 2.5,10નું વધતું પ્રમાણથી ચોખ્ખી હવા શહેરીજનો માટે દુર્લભ બની છે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં પ્રદુષણનું પ્રમાણ દર્શાવતો આંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ અત્યારે 100ને પાર થઈ ગયો છે. જેથી રાજકોટમાં હવે ચોખ્ખી હવાની તંગી ઉભી થઈ છે. શહેરના તમામ મુખ્ય ચોકમાં વાહનોની વધતી ભીડ અને મનપાની બસો સહિત વાહનોમાં ઓકાતો ધુમાડો અને સુકા હવામાનથી નાક મારફત સીધી ફેફસાંમાં પહોંચી જાય તેવા રજકણો એટલે કે પીએમ 2.5,10નું વધતું પ્રમાણથી ચોખ્ખી હવા શહેરીજનો માટે દુર્લભ બની છે.
જેના કારણે આંખમાં જવાથી અને શ્વાસ લેવાથી ગળા, નાક, ફેફસા અને હર્દયને નુકસાન થાય છે. આ પ્રદુષણ વધવાનું મુખ્ય કારણ પર્ટીક્યુલેટ મેટર્સ અર્થાત્ ધૂળ,ધુમાડાની બારીક રજકણો છે જે શહેરીજનોમાં ગળા,ફેફસાં, શ્વાસ સહિતના રોગો વધારે છે. બીજી તરફ મિશ્ર ઋતુથી હાલ વાયરલ શરદી, ઉધરસનો રોગચાળો વધ્યો છે.
આમ ચોખ્ખી હવા ન મળવાના કારણે રાજકોટવાસીઓમાં બિમારી વધી રહી છે. પી.એમ.-2.5 એ હવામાં તરતા એવા અત્યંત બારીક રજકણો છે કે જે નાકની કુદરતી ચાળણીમાં ગળતા નથી અને સીધા ફેફસા સુધી પહોંચી શકે છે. તેનું પ્રમાણ 25 હોવુ જોઈએ.પણ તેના બદલે 4 ગણુ વધારે છે એટલે કે 100ને પાર આ આંક પહોંચી ગયો છે.
રાજકોટમાં જ્યુબિલી બાગ પાસે મનપાના ખોદકામ પછી ધૂળની ડમરીઓ ઉડતા નરી આંખે પ્રદુષણ વધી ગયું છે. ત્રિકોણબાગે પ્રદુષણ આંક 245એ પહોંચી ગયો હતો જે સામાન્ય રીતે 50ની આસપાસ હોવો જોઈએ.
આ બધુ ન થાય તે માટે વૃક્ષો વાવવા, વાહનોની ગતિ ન અવરોધાય તેવો સુગમ ટ્રાફિક રહેવો, રસ્તા પર ખાડા ન રહે કે ધૂળિયા રસ્તા ન રહે અને ધૂળિયા સ્થળ પર જળછંટકાવ થાય તે જરૂરી છે.