Home /News /rajkot /

Rajkot: ધો.10 અને 12 પછી ITI તમારા માટે છે બેસ્ટ ઓપ્શન, ભણતાની સાથે જ જોબ ગેરંટી

Rajkot: ધો.10 અને 12 પછી ITI તમારા માટે છે બેસ્ટ ઓપ્શન, ભણતાની સાથે જ જોબ ગેરંટી

આવો જાણીએ આઇટીઆઇ(ITI) વિશે A To Z અને તેમા કેવી છે એડમિશન પ્રક્રિયા.

ઇલેક્ટ્રિકલ ફેકલ્ટીના પ્રોફેસર પલ્લવીબેને જણાવ્યું હતું કે, 2011થી હું આઇટીઆઇ કોલેજ સાથે જોડાયેલી છું. ખાસ કરીને મારી ફેકલ્ટીમાં વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન બનવા માટે વિદ્યાર્થીઓ આવે છે. જેટકો અને PGVCLના ઇક્વીપમેન્ટ પર વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. જોબ માટે PGVCL, જેટકો, રેલવે અને ઘણી લોકલ કંપનીઓમાં વિદ્યાર્થીઓ નોકરી માટે જતા હોય છે.

વધુ જુઓ ...
  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: તાજેતરમાં જ ધો.10 અને 12નું પરિણામ(Result of Std.10 and 12) આવી ગયું છે. આથી હાલ વિદ્યાર્થીઓ(Students) ક્યાં ક્ષેત્રે આગળ વધવું (Moving forward in the field )અને ક્યા ક્ષેત્રે નહીં (Not in any field )તેની મૂંઝવણ અનુભવી(Feeling confused) રહ્યા છે. ત્યારે ઓછા માર્ક આવ્યા હોય તો તેવા વિદ્યાર્થીઓએ મૂંઝાવવાની જરૂર નથી. કારણ કે આવા વિદ્યાર્થીઓ માટે આઇટીઆઇ એના માટે બેસ્ટ ઓપ્શન(Best Option) સાબિત થાય છે. ભણતાની સાથે જ જોબની ગેરેન્ટી(Job Guarantee) પણ મળે છે. આવો જાણીએ આઇટીઆઇ(ITI) વિશે A To Z અને તેમા કેવી છે એડમિશન પ્રક્રિયા. આ અંગે રાજકોટ આઇટીઆઇનાં મોડલ પ્રિન્સિપાલે સમગ્ર વિગત ન્યૂઝ 18 સાથે વાત કરીને જણાવી છે.

  50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી હોય છે

  રાજકોટ આઇટીઆઈ કોલેજના મોડલ પ્રિન્સિપાલ નિપૂર્ણ રાવલે જણાવ્યું હતું કે, આઇટીઆઇનો ઉદેશ રાજ્યની અંદર યુવાધનને ઇન્ડસ્ટ્રીઝની સ્કીલ અને ડિમાન્ડ પ્રમાણે સ્કીલબદ્ધ કરી રોજગારી અને સ્વ-રોજગારીની ઉત્તમ તક પ્રાપ્ત કરાવવાનો છે. પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો રાજ્ય સરકારે આ વર્ષે ઓનલાઇન કરી છે. જેની લિંક પણ જાહેર કરવામાં આવી છે. આ લિંક પર જઇ રજિસ્ટ્રેશન કરી શકે છે. આ માટે વિદ્યાર્થીઓેએ 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી પણ ભરવાની રહે છે. આ કર્યા બાદ તેમનું મેરીટ જનરેટ થશે. બાદમાં મોક-રાઉન્ડ અને અલોટમેન્ટની પ્રક્રિયા થશે. રાજકોટ ડિસ્ટ્રીક્ટની અંદર રાજકોટ આઇટીઆઇ કોલેજ સૌથી મોટી છે. તેનું કેમ્પસ 20 એકર જમીનમાં પથરાયેલું છે અને તે ગ્રીન છે. 40થી વધારે થીયરી ક્લાસિસ અને વર્કશોપ આવેલા છે.

  જાણો આઇટીઆઇનો મુખ્ય ઉદેશ શું છે

  નિપૂલ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, આઇટીઆઇનો મુખ્ય ઉદેશ પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનો છે. આથી દરેક ફિલ્ડની લેબ મશીન ઇક્વીપમેન્ટ સાથે છે. 110 ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઇ શકે છે. તેમજ લાંબા અને ટૂંકા ગાળાના લગભગ 40 કોર્સ ચાલુ છે. જેમાં ઇન્સિડીટી અને જીસીડીટી બન્ને પ્રકારના કોર્સ ચાલુ છે. રાજકોટ આઇટીઆઈ કોલેજની ક્ષમતા 2500 તાલીમાર્થીની છે. તેમજ પ્લેસમેન્ટ બ્યુરો પણ કાર્યરત છે અને છેલ્લા એક વર્ષમાં 40 નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓએ વિઝીટ કરી છે. જેમાં 2000 વિદ્યાર્થીઓેએ આ ભરતી મેળામાં ભાગ લીધો હતો. જેમાં 1000 તાલીમાર્થીને પ્લેસમેન્ટ મળ્યું છે.

  જાણો આઇટીઆઇમાં કેવી રીતે તાલીમ આપવામાં આવે છે

  નિપૂર્ણ રાવલ આગળ વાત કરતા જણાવે છે કે, તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝના વાતાવરણથી પરિચિત થાય તે માટે ખાસ ઇન્ડસ્ટ્રીઝમાં વિઝીટ કરાવવામાં આવે છે તેમજ ઓન જોબ ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. તેમજ નવી પહેલના ભાગરૂપે ઇન્ડસ્ટ્રી પર્સન છે તેને અહીં આમંત્રણ આપવામાં આવે છે. જેમ કે, ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોય એચઆર હોય, ટેકનિકલ પર્સન અહીં આવી લાઇવ ડેમો અને તે લોકોના ઇક્વીપમેનટ માગી તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને અમુક ભાગ કોલેજમાં અને અમુક ભાગ ઇન્ડસ્ટ્રીઝમાં આપવામાં આવે છે. આમ સતત ઇન્ડસ્ટ્રીઝના સંપર્કમાં રહી તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝના વાતાવરણથી વાકેફ કરવામાં આવે છે.

  રાજકોટ આઇટીઆઇમાં વર્લ્ડ ક્લાસ લેબ બનાવવાનું આયોજન

  MOU વિશે વાત કરતા નિપૂર્ણ રાવલે જણાવ્યું હતું કે, કંપનીઓ સાથે ટ્રેનિંગના MOU કરવામાં આવે છે. એક કંપની સાથે MOU કરી વર્લ્ડ ક્લાસ લેબ બનાવવાનું આયોજન છે. સેમસંગ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટેકનિકલ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રેફ્રિજરેશન, એરકન્ડિશનર રિપેર કરવાના કોર્સિસ ચાલુ છે, HSP એટલે કે હોમ પ્રોજેક્ટ, મોબાઇલ રિપેરિંગ, ટીવીના લેટેસ્ટ ઇક્વીપમેન્ટન કોર્સિસ ચાલું છે.

  આ પણ વાંચો- કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નારિયેળમાં રહેલા જીવલેણ તત્વો શોધવાની પદ્ધતિનું નિર્માણ કર્યું

  જાણો એપ્રેન્ટિસ તાલીમ યોજના શું છે

  એપ્રેન્ટિસ તાલીમ યોજના વિશે વાત કરતા નિપૂર્ણ રાવલે જણાવ્યું હતું કે, એપ્રેન્ટિસ તાલીમ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેક્સિસ યોજના છે. આનો મુખ્ય ઉદેશ તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝના વાતાવરણથી સાનુકુળ કરવાનો છે. ઇન્ડસ્ટ્રીઝના લેટેસ્ટ ઇક્વીપમેન્ટ પર ઇન્ડસ્ટ્રીઝમાં જ તાલીમ મળે તેનો મુખ્ય ઉદેશ છે. કેન્દ્ર સરકાર નેશનલ એપ્રિન્ટિસ પ્રમોશન સ્કીલ હેઠળ દરેક તાલીમાર્થીને 1500 રૂપિયા આપે છે. તેમજ રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ 1500થી લઇ 3000 સુધીનું રિએક્સેસમેન્ટ આપે છે. આમ એપ્રેન્ટિસ એ બહુ જ સારી યોજના છે. જેનાથી તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં તાલીમબદ્ધ થઈ રોજગારી અને સ્વ-રોજગારીની તક પ્રાપ્ત કરે છે. તાલામાર્થીને નેશનલ કાઉન્સેલિંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગનું એફિડેશન હોય તો તેનું પ્રમાણપત્ર અને જો ગુજરાત કાઉન્સેલિંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર મળે છે.

  શું કહે છે પ્રોફેસર અને વિદ્યાર્થી

  ઇલેક્ટ્રિકલ ફેકલ્ટીના પ્રોફેસર પલ્લવીબેને જણાવ્યું હતું કે, 2011થી હું આઇટીઆઇ કોલેજ સાથે જોડાયેલી છું. ખાસ કરીને મારી ફેકલ્ટીમાં વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન બનવા માટે વિદ્યાર્થીઓ આવે છે. જેટકો અને PGVCLના ઇક્વીપમેન્ટ પર વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. જોબ માટે PGVCL, જેટકો, રેલવે અને ઘણી લોકલ કંપનીઓમાં વિદ્યાર્થીઓ નોકરી માટે જતા હોય છે. વિદ્યાર્થી પ્રિયાંશ ગજ્જરે જણાવ્યું હતું કે, હું એક વર્ષથી આઇટીઆઇમાં તાલીમ લઇ રહ્યો છું. હું ઇલેક્ટ્રિશિયનનો વિદ્યાર્થી છું. મેં હાલમાં વોટર ચિલર પર સંશોધન કર્યું છે. જેમાં જૂનુ કંમ્પ્રેશરને ક્લિન કરી જે પાર્ટ રિપ્લેસ કરવાના હોય તે લગાવીને ફરીથી એ મશીન ચાલુ કર્યું છે. જે પાણી ઠંડુ કરવામાં મદદ કરે છે. આ માટે 15 દિવસનો સમય લાગ્યો હતો.

  આ પણ વાંચો- જાણો અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના વિશેષ મહિમા વિશે

  જાણો આઇટીઆઇમાં કેવી રીતે લેશો એડમિશન અને શું છે સમગ્ર પ્રક્રિયા

  1. પહેલા તો આ લિંક પર જાવ- http//itiadmission.gujarat.gov.in ઓપન કરો

  2. APPLY FOR NEW REGISTRATION પર ક્લિક કરો

  3. ફોર્મની તમામ વિગત ભરી ફોર્મ સબમીટ કરો

  4.Candidate Loginમાં જઇ Photo Upload કરી Confirm કરવું

  5. ઓનલાઇન ફી ભરવી (રૂ.50)

  6 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ

  7. ITI તેમજ TRADE માટે Choice Filling

  8. મોક રાઉન્ડ

  9. ફાઇનલ મેરીટ લીસ્ટ

  10. એડમિશન રાઉન્ડ

  11. પ્રોઝિનલ એડમિશન ઓર્ડર

  12. Accept અથવા Reject

  13. ITI પર હાજર થવું
  Published by:ankit patel
  First published:

  Tags: Education News, Gujarat Education, Rajkot News, રાજકોટના સમાચાર

  આગામી સમાચાર