Home /News /rajkot /Rajkot: કોરોનામાં પતિના મોત બાદ પત્ની કરી રહી છે મહાન કામ, જાણીને તમે પણ કહેશો વાહ!

Rajkot: કોરોનામાં પતિના મોત બાદ પત્ની કરી રહી છે મહાન કામ, જાણીને તમે પણ કહેશો વાહ!

X
પતિનું

પતિનું એક વર્ષ પહેલા કોરોનામાં મોત થતાં પત્નીએ એમ્બ્યુલન્સ ખરીદીને લોકોની સેવા ચ

હાલમાં જાપનમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો ભારતમાં પણ કોરોનાના કેસ જોવા મળશે તો સંગીતાબેને જણાવ્યું કે જરૂર પડશેતો અમે બીજી એમ્બ્યુલન્સ પણ લઈ લેશું. કારણ કે કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જવી જોઈએ.એ જ અમારો ઉદેશ છે.

Mustufa Lakdawala,Rajkot : જાપન અને ચીનમાં કોરોનાના કેસ ખુબ જ વધી ગયા છે.ત્યારે સાવચેતીના ભાગરૂપે ભારતમાં પણ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે અમે એક એવી મહિલા વિશે જણાવીશું કે જે રાજકોટના છે.આ મહિલાના પતિનું અવસાન એક વર્ષ પહેલા કોરોનામાં થયું હતું. ત્યારથી તેને નક્કી કરી લીધુ હતું કે એક આપણે પણ લોકોની સેવા કરવી છે. કોઈ હેરાન પરેશાન ન થવું જોઈએ. જેથી આ મહિલાએ એક એમ્બ્યુલન્સ લીધી અને આ એમ્બ્યુલન્સ થકી તે લોકોની સેવા કરી રહ્યાં છીએ.

સેવા કરતા સંગીતાબેન હરેશભાઈ શાહે જણાવ્યું હતું કે 2021માં મારા પતિનું અવસાન થયું હતું. તેમને કોરોના હતો અને એસમયે રાજકોટમાં વધારે કોરોનાના કેસ પોઝિટિવ આવતા હતા.અને ઘણા લોકોનું અવસાન પણ આ દરમિયાન થયું હતું. પછી વિચાર આવ્યો કે રાહત દરે આપણે એક એમ્બ્યુલન્સ દાન કરીએ.


અત્યારે અમે ડ્રાઈવર રાખીને એમ્બ્યુલન્સ ચલાવીએ છીએ. અમે આ એમ્બ્યુલન્સ લીધી તેને એક વર્ષ થઈ ગયુ છે. અત્યારે સેવા ચાલુ જ છે. આ સાથે જ અમે ગરીબોને દાન કરીએ છીએ, ઝુંપડપટ્ટીમાં જઈને જમાડીએ છીએ.ગાયોને ખવડાવુ છું. અને મને આવુ ગમે છે.

ગરીબ માણસો હેરાન ન થાય તે માટે અમે આ એમ્બ્યુલન્સ ચાલુ કરી છે. ગરીબ માણસોને ખર્ચા ન પોસાય તે માટે આ રાહત દરે એમ્બ્યુલન્સ ચાલુ કરી છે. આ દરમિયાન હું અમદાવાદ, મોરબી સહિત અનેક ગામોમાં ગઈ છું. આ એમ્બ્યુલન્સ નેપાળ સુધી ગઈ છે. લોકોની અમને દુવા પણ મળે છે.

મારા પતિ ઈન્સ્યોરન્સ એક્ઝિક્યુટીવ હતા અને તેમને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. અને આ સાથે જ તેમને કોરોના પણ આવ્યો હતો. અને ત્રીજા દિવસે બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. મારો તો જન્મ જ સેવા કરવા માટે થયો છે.. મારા ઘરેથી કોઈ ખાધાપીધા વગર જતુ નથી.

હાલમાં જાપનમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો ભારતમાં પણ કોરોનાના કેસ જોવા મળશે તો સંગીતાબેને જણાવ્યું કે જરૂર પડશેતો અમે બીજી એમ્બ્યુલન્સ પણ લઈ લેશું. કારણ કે કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જવી જોઈએ.એ જ અમારો ઉદેશ છે.
First published:

Tags: COVID-19, Local 18, રાજકોટ

विज्ञापन