Mustufa Lakdawala,Rajkot : આપણે જાણીએ છીએ કે આજના યુવાનો મોર્ડન યુગમાં જીવવા માંગે છે. લગ્ન જીવનમાં બંધાયા સિવાય પણ એક છોકરો અને છોકરી સાથે રહીને જીવન જીવવા માંગે છે. જેને આપણે લિવ ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે અને આજના આ યુગમાં ઘણા કપલ આવી રીતે રહે પણ છે.
શું છે લિવ ઈન રિલેશનશિપ?
લિવ ઈન રિલેશનશિપ એટલે એક છોકરો અને એક છોકરી પોતાની મરજીથી એક બીજા સાથે એક જ છતની નીચે રહેવું. લગ્ન જીવનમાં બંધાયા વગર તેની જે નીડ છે તે પુરી કરી શકે તેને લિવ ઈન રિલેશનશિપ કહેવામાં આવે છે.
આ એક કન્સ્પેટ છે, દરેક નાગરિકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટેનો કોઈ કાયદો નથી.પણ માત્ર આ એક કન્સ્પેટ છે .જેમાં બંને વચ્ચે અંડરસ્ટેંડિંગ હોય છે. જેને લેખિતમાં મુકવામાં આવે છે. જેને લિવ ઈન રિલેશનશિપનું ડિડ કહેવામાં આવે છે.
હવે હિન્દુ મેરેજ એક્ટ છે તે બે હિન્દુ વચ્ચેની વાત છે. પારસી મેરેજ એક્ટ છે તો બે પારસી વચ્ચેની વાત છે. મુસ્લિમ મેરેજ એક્ટ છે તો બે મુસ્લિમ વચ્ચેની વાત છે. પણ જ્યારે બે જુદા જુદા ધર્મના લોકો મેરેજ કરે ત્યારે તે કેવી રીતે શક્ય બને.જેના માટે એક સ્પેશિયલ મેરેજ એક્ટ છે. જેની અંદર કોઈ કાસ્ટની બાબત આવતી નથી.
આ એક્ટમાં કોઈ બંધન કરવામાં આવતુ નથી. હિન્દુ મેરેજ એક્ટમાં કોઈ હિન્દુ કોઈ મુસ્લિમ લગ્ન કરી શકશે નહીં.કોઈ હિન્દુ કે ખ્રિસ્તી મેરેજ કરી શકશે નહીં.જો આવા મેરેજ થાય તો આ લગ્નને લગ્નનો દરજ્જો મળતો નથી.અને તેઓ આ એક્ટ અંતર્ગત લગ્ન કરી શકતા નથી.
એક હિન્દુ છોકરી અને એક મુસ્લિમ છોકરો લગ્ન કરે તો તેને લવ જેહાદ કહેવામાં આવે છે.પણ જ્યારે આવા લોકો લગ્ન કરવા માંગતા હોય તો તેમના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ છે.જેના હેઠળ તેઓ લગ્નની નોંધણી કરાવી શકે છે.
જ્યારે પણ કોઈ છોકરા છોકરી માતા પિતાની વિરૂદ્ધ જઈને લગ્ન કરતા હોય છે.ત્યારે તેમના પરિવારના લોકો નારાજ થતાં હોય છે.આવા કિસ્સાઓમાં એક પરિવાર બીજાના પરિવારના લોકોનું મર્ડર પણ કરતા હોય છે. જેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે.
જ્યારે માતા-પિતાની વિરૂદ્ધમાં કોઈ છોકરા છોકરીએ લગ્ન કર્યા હોય અને પરિવારનો ડર હોય ત્યારે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી પ્રોટેક્શન પણ આપવામાં આવે છે. પોલીસ કમિશનરને પણ સુચના આપવામાં આવે છે. કે જે પણ છોકરાઓ આ રીતે લગ્ન કરતા હોય તેને પ્રોટેક્શન આપવું. જેથી તેની ખોટી રીતે હેરાનગતિ ન થાય.