Mustufa Lakdawala,Rajkot : રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચલગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેનોનીવિગતો નીચે મુજબ છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય કર્યો છે.. ત્યારે હવે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 જોડી ટ્રેનોમાંવધારાના કોચ લગાવવામાં આવશે.
આ ટ્રેનોની વિગતો આ મુજબ છે
1. ટ્રેન નંબર 22924/22923 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં એક વધારાનો સેકંડ સ્લીપર કોચ જામનગ થી02.12.2022 થી 01.01.2023 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 01.12.2022 થી 31.12.2022 સુધી જોડવામાં આવશે.
2. ટ્રેન નંબર 19568/19567 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ ઓખાથી02.12.2022થી 30.12.2022 સુધી અને તૂતીકોરીનથી 04.12.2022 થી 01.01.2023 સુધી જોડવામાં આવશે.
3. ટ્રેન નંબર 19578/19577 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ જામનગરથી02.12.2022થી 24.12.2022 સુધી અને તિરુનલવેલીથી 05.12.2022 થી 27.12.2022 સુધી જોડવામાં આવશે.
4. ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચ 30.11.2022 થી28.12.2022 સુધી હાપાથી અને મડગાંવથી 02.12.2022થી 30.12.22 સુધી જોડવામાં આવશે.
પ્રતિકાત્મક ફોટો
5. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચપોરબંદરથી 03.12.2022થી 31.12.2022 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 05.12.2022 થી 02.01.2023 સુધીજોડવામાં આવશે.
6. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસમાં એક વધારાનો અનરિઝર્વ્ડ (જનરલ) કોચપોરબંદરથી 01.12.2022થી 30.12.2022 સુધી અને મુઝફ્ફરપુરથી 04.12.2022 થી 02.01.2023 સુધી જોડવામાંઆવશે.