Home /News /rajkot /રાજકોટ: નકલી દારૂની ફેક્ટરી કેસમાં ઝડપાયા વધુ 3 આરોપીઓ, મુખ્ય આરોપી હસમુખ શકોરીયા હજી પોલીસ પકડથી દૂર

રાજકોટ: નકલી દારૂની ફેક્ટરી કેસમાં ઝડપાયા વધુ 3 આરોપીઓ, મુખ્ય આરોપી હસમુખ શકોરીયા હજી પોલીસ પકડથી દૂર

લાલજી બારૈયા, નયન મૂળીયા અને મહિપાલ શકોરીયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Rajkot News: આ ગુનાની તપાસ કુવાડવા પોલીસ પાસેથી આંચકીને થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવી હતી.

રાજકોટ: થોરાળા પોલીસ દ્વારા નકલી દારૂની ફેક્ટરી મળી આવવા મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લાલજી બારૈયા, નયન મૂળીયા અને મહિપાલ શકોરીયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ કેસમાં પોલીસ દ્વારા ફરાર આરોપી હસમુખ શકોરિયાના ગોડાઉન માંથી 180 ml ની 4980 નંગ ખાલી પ્લાસ્ટિકની બોટલ કબજે કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવા ગામના એક ગોડાઉનમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. જે અંતર્ગત જે તે સમયે બે જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ લાખો રૂપિયાનો અસલી તેમજ નકલી દારૂ, સ્પિરીટ, ડીએમ વોટર અને રમ - વોડકા ફ્લેવર ઘટના સ્થળ પરથી મળી આવી હતી. તેમજ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ટી-20 મેચ રમાય તે પહેલા જ ચાર કાશ્મીરી યુવકોની ધરપકડ

ત્યારે પોલીસ કમિશનર દ્વારા આ ગુનાની તપાસ કુવાડવા પોલીસ પાસેથી આંચકીને થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત થોરાળા પોલીસ દ્વારા આ ગુના મામલે સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં ગુનાના કામે ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ રિમાન્ડ દરમિયાન તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે કે તેઓ ગુનાહિત કૃત્ય સાથે કઈ રીતે સંકળાયેલા છે તેમજ અગાઉ તે કેટલા ગુનાહિત કૃત્યમાં ભાગ લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો તે ઘટનાને એક મહિના કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આજ દિવસ સુધી આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ મુખ્ય આરોપી હસમુખ શકોરિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.



જોકે આખરે રહી રહીને પણ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા તે સારી બાબત છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ

विज्ञापन