Home /News /rajkot /મોરબી રોડ પર મારવાડી કોલેજ નજીક સર્જાઈ અકસ્માતની ઘટના, જુઓ લાઈવ સીસીટીવી

મોરબી રોડ પર મારવાડી કોલેજ નજીક સર્જાઈ અકસ્માતની ઘટના, જુઓ લાઈવ સીસીટીવી

જુઓ લાઈવ સીસીટીવી

Marwari College Morbi: રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મારવાડી કોલેજ પાસેથી એક ટ્રક બપોરના બે વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર વૃક્ષ તેમજ વીજપોલ સાથે અથડાયો હતો.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

રાજકોટમાં સર્જાઈ અકસ્માતની ઘટના


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મારવાડી કોલેજ પાસેથી એક ટ્રક બપોરના બે વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર વૃક્ષ તેમજ વીજપોલ સાથે અથડાયો હતો. સીસીટીવી ફૂટેજ માં પણ જોઈ શકાય છે કે, કઈ રીતે ટ્રક વૃક્ષ અને વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાસાઈ થયો હતો. ટ્રક વીજપોલ સાથે અથડાતા વીજપોલમાં સ્પાર્ક પણ થતો નજરે પડ્યો હતો. સમગ્ર મામલે ટ્રકના ડ્રાઇવરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક, બસમાં બેઠેલી વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ પર હાથ અજમાવી મોટી જાનહાનિ ટાળી  

સદનસીબે ટ્રક વૃક્ષ અને વીજપોલ સાથે અથડાયો


ઉલ્લેખનીય છે કે સીસીટીવી માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મારવાડી કોલેજ તરફથી એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી. જો તે કાર 3 સેકન્ડ મોડી આવી હોત તો કદાચ ટ્રક તેની સાથે પણ અથડાઈ શક્યો હોત. જોકે સદનસીબે ટ્રક માત્ર વૃક્ષ અને વીજપોલ સાથે જ અથડાયો હતો. જેના કારણે મોટી જાનહાની થતા અટકી ગઈ હતી.


આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના મહેમાન બનશે

એક દિવસમાં બે અકસ્માતની ઘટના


ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ઘટી હોવાનું સામે આવ્યું હતું. ભરાડ સ્કૂલની બસ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને સ્કૂલથી ઘર તરફ લઈ જઈ રહી હતી. તે અરસામાં સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે પહોંચતા બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જોકે સદ નસીબે બસમાં બેઠેલી ભૈરવી વ્યાસ નામની વિદ્યાર્થીનીએ સમય સૂચકતા દાખવી સ્ટીયરીંગ પર હાથ અજમાવતા બસ વિજપોલ સાથે અથડાઈ હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Accident News, Rajkot News, ગુજરાત