Home /News /rajkot /Rajkot Accident: ગોંડલના વાળધરી-કોલીથડ વચ્ચે કાર પલટતા ગમખ્વાર અકસ્માત; એક મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

Rajkot Accident: ગોંડલના વાળધરી-કોલીથડ વચ્ચે કાર પલટતા ગમખ્વાર અકસ્માત; એક મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

રાજકોટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગોંડલઃ રાજકોટમાં રહેતો ઘાડા પરિવાર સવારે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેમની કારને ગોંડલ તાલુકાના વાળધરીથી કોલીથડ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

ગોંડલઃ રાજકોટમાં રહેતો ઘાડા પરિવાર સવારે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેમની કારને ગોંડલ તાલુકાના વાળધરીથી કોલીથડ ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 2 લોકોને ઇજા પહોંચી હતી.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી


મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના બાબરીયા કોલોની શેરી નંબર-2માં રહેતા ગુલાબાનુબેન હનીફભાઈ ઘાડા સહિત તેમના પુત્ર રિયાઝ તેમજ ભત્રીજા અકિલ સાથે ડયા ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા હતા. તે દરમિયાન વાળધરીથી કોલીથડ રોડ પર આવેલા ગોળાઈ પર ચાલક રિયાઝે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને કાર રસ્તા પરથી સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી.

સારવાર દરમિયાન મહિલાનું મોત


આ ઘટનાની જાણ થતાં જ લોકો ભેગા થઈ ગયા હતા અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ કાર અકસ્માતમાં 2 યુવાન અને એક મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં કોલીથડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન ગુલાબબેન હનીફભાઈ ઘાડાનું મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય ઇજાગ્રસ્ત 2 યુવાનોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા.

બે દિવસમાં ત્રણ લોકોના મોત


આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમના પતિ છૂટક મજૂરી કરતા હતા અને પરિવારમાં તેમને બે પુત્ર પણ હતા. ત્યારે બંને પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ પહેલાં ગોંડલ તાલુકામાં ત્રણ દિવસમાં બે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. બે દિવસ પહેલાં ગોંડલ શહેર નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં બે લોકોના મોત નીપજ્યા હતા.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot Accident, Rajkot crime news, Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો