Home /News /rajkot /Rajkot Accident : રાજકોટ શહેરમાં બે બાઈકની ટક્કર, મામા-ફોઇના બે ભાઈ સહિત ત્રણના મોત, પરિવારમાં માતમ

Rajkot Accident : રાજકોટ શહેરમાં બે બાઈકની ટક્કર, મામા-ફોઇના બે ભાઈ સહિત ત્રણના મોત, પરિવારમાં માતમ

પ્રતિકાત્મક તસવીર

Rajkot news: મૃતક ત્રણ યુવકો (died boys) પૈકી બે યુવકો મામા-ફોઈના દીકરા (cousin brother) હતા. બંને પિતરાઈ ભાઈ સહિત અન્ય યુવક કાલાવડના કંઢેરા ગામમાં માતાજીના માંડવામાં જતાં કાળનો કોળિયો બની (brother accident death) ગયા હતા.

રાજકોટઃ ગુજરાતમાં જાણે આજે અકસ્માતોનો (accident in Gujarat) દિવસ હોય એમ આજે એક પછી એક અકસ્માતોના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાજકોટના (rajkot news) લોધિકાના દેવડા ગામ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અક્સમાત (bike accident near rajkot) સર્જાયો હતો. રોન્ગ સાઈડથી આવતું બાઈક સામેથી આવતા બાઈક સાથે ધડાકાભેર અથડાતા બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે, મૃતક ત્રણ યુવકો પૈકી બે યુવકો મામા-ફોઈના દીકરા હતા. બંને પિતરાઈ ભાઈ સહિત અન્ય યુવક કાલાવડના કંઢેરા ગામમાં માતાજીના માંડવામાં જતાં કાળનો કોળિયો બની ગયા હતા.

કમકમાટી ભરી ઘયના અંગે વાત કરીએ તો રાજકોટના મુંજકા ગામમાં રહેતો અને જસદણના વીરનગર ગામનો વતની હર્ષિત તુલસીભાઈ રામાણી કાલાવડ તરફ જતો હતો ત્યારે જામનગરમાં રહેતો રણછોડ ગોરધનભાઇ વાઘેલા અને મામાનો દીકરો કરસન બચુભાઇ સોલંકી સામેથી બાઇક લઇને આવતા હતા.

બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં ત્રણેય યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. હર્ષિત માલવિયા ચોકમાં આવેલી સિલ્વર પેલેસ હોટલમાં નોકરી કરવાની સાથોસાથ હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

રણછોડ કાલાવડ રોડ પરના હરિપર (પાળ) ગામે પોતાના સમાજના માતાજીનો માંડવો હોવાથી કાલાવડના ખંઢેરા ગામે રહેતા મામાના પુત્ર 20 વર્ષીય કરસન બચુભાઈ સોલંકીપાસે ગયો હતો અને તેને પોતાની બાઈક પર બેસાડી હરિપર જવા રવાના થયો હતો, ત્યારે દેવડા ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ મોર્નિંગ વોક પર નીકળનારા સાવધાન! યુવતીનું મોબાઈલ અને પૈસા ભરેલું પર્સ લઈ આરોપી ફરાર, ઘટનાનો live video

પોલીસના જણાવ્યા પ્રમાણે, ભોગ બનનાર હર્ષિત અને રણછોડ તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. આ ઉપરાંત રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ વાડી માલિકે પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું, લાગી આવતા મહિલાએ કરી આત્મહત્યા, યુવરાજસિંહ પરમાર ઝડપાયો

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના ભીલાડ (Accident near Bhilad) નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત (triple accident on Ahmedabad Mumbai National highway) સર્જાયો છે. તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશભાઈ ધોડી અને તેમના પત્નીનું પણ ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે.  જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
First published:

Tags: Bike accident, Rajkot Accident, Rajkot News, Rajkot traffic

विज्ञापन