મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ગુજરાત (Gujarat) નું એક એવું શહેર છે કે જ્યાં બાળકો મામાના ઘરે આવે તો રમકડાં ફેરવવાની ઝંઝટ રહેતી નથી. આપણે પુસ્તકની લાઇબ્રેરી (Book Library)સાંભળી છે. પરંતુ તમે ક્યારેય ટોયઝ લાઇબ્રેરી (Library of toys in Rajkot) નામ સાંભળ્યું છે. જી હા ટોયઝ લાઇબ્રેરી સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા શહેરની ઓળખ ધરાવતા શહેર રાજકોટમાં આવેલી છે. આ ટોયઝ લાઇબ્રેરી રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) હસ્તક સંચાલિત છે. આ ટોયઝ લાઇબ્રેરીમાં 8000 જેટલા રમકડા છે અને તે ભાડે અપાય છે. મોંઘા રમકડા પણ તમે ભાડે લઈ શકો છો અને અહીં કોઈ ગરીબ-ધનવાનનોભેદ રાખવામાં આવતો નથી.
ટોયઝ લાઇબ્રેરીમાં પુસ્તકો પણ મળે છે
રાજકોટમાં મ્યુનિ. સંચાલિત ટોયઝની ત્રણ લાઈબ્રેરી કાર્યરત છે અને જેમાં 6000થી વધુ મેમ્બર છે. રાજકોટની ત્રણ ટોયઝ લાઈબ્રેરીમાં લાકડાના રમકડાં, અલગ અલગ ગેઇમ્સ, ઇલેક્ટ્રોનિક્સ રમકડાં, પ્લાસ્ટિકના રમકડાં, પઝલ્સ જેવા વિવિધ અદ્યતન રમકડાં ઉપલબ્ધ હોવાથી બાળકોને બહોળો પસંદગીનો અવકાશ મળે છે. આ સિવાય બાળકો માટેના વિવિધ પુસ્તકો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
1989થી ટોયઝ લાઇબ્રેરી કાર્યરત
રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ ખાતે મનપા સંચાલિત ટોયઝ લાઈબ્રેરી ચાલી રહી છે. જેમાં રમકડાં બાળકોને ઘરે લઇ જવા માટે આપવામાં આવી રહ્યા છે. લાઇબ્રેરીના સંચાલક સુનિલ દેત્રોજાએ જણાવ્યું હતું કે, મનપાએ નારણ પુસ્તકાલયમાં ટોયઝ લાઈબ્રેરી 1989થી શરૂ કરી હતી. રમકડાં જે રીતે લાઈબ્રેરીમાં આપવામાં આવે છે તે રીતે જ આપવામાં આવે છે. જે ગમતા રમકડા હોય તે બાળકો વાલીઓ સાથે આવી લઈ જાય છે. રમકડાં ડેમેજ થાય તો રમકડાની પ્રાઈઝ પ્રમાણે મેમ્બર પાસેથી રૂપિયા લેવામાં આવે છે. ટોયઝ લાઈબ્રેરીને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે. વેકેશન જ નહીં પણ સતત મેમ્બરો રમકડાં લેવા આવી રહ્યા છે. દરેક શબ્જેક્ટમાં રસ પડે તેલા રમકડાં અને પઝલ્સ છે.
શહેરમાં ત્રણ ટોયઝ લાઇબ્રેરી આવેલી છે
સુનિલ દેત્રોજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ લાઇબ્રેરીની અંદર 8 સર્વિસ આપવામાં આવે છે. જેમાં 5 લાઇબ્રેરી અને 2 વાંચનાલય અને બે મોબાઇલ પુસ્તકાલય છે. રાજકોટમાં ટોયઝ લાઇબ્રેરી અલગ અલગ ત્રણ જગ્યાએ જેમાં કેનાલ રોડ પર પ્રભાદેવી નારણ પુસ્તકાલય, સાધુવાસવાણી રોડ પર બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરી, શ્રોફ રોડ દત્તક પુસ્તકાલયનો સમાવેશ થાય છે. લાઇબ્રેરીની અંદર પુસ્તકો પુરતું સિમીત નથી. પરંતુ મેગેજીન, મલ્ટી મીડિયાનો પણ સમાવેશ થાય છે.
જાણો કેટલી ફી અને નિયમો
ટોયઝ લાઇબ્રેરીમાં લોકોના સાથ સહકાર મળતો જાય છે. પ્રથમવાર કોઈ મેમ્બર બને ત્યારે 280 રૂપિયા ડિપોઝીટ છે. બાદમાં તેમને ત્રણ મહિના 20 રૂપિયા લેખે લવાજમ ભરવાનું રહે છે. ત્રણ મહિના પછી તેને રિન્યુઅલ કરવું હોય તો દર મહિને 60-60 રૂપિયા ભરવાના રહે છે. ટોયઝ 7 દિવસ માટે બાળક ઘરે લઇ જઇ શકે છે. તેમાં એક દિવસ વધુ થાય તો 5 રૂપિયા દંડ ભરવાનો રહે છે. ટોયઝને નુકસાન થાય તો તેની કિંમત પ્રમાણે નક્કી કરેલો દંડ ભરવાનો રહે છે અને જો પુરી રીત ડેમેજ કરીને આવે તો પુરી કિંમત ભરવાની રહે છે.
આ પણ વાંચો: કોન્સ્ટેબલને કરવું છે 'રાજ', બિલ્ડરનો ભાગીદાર બની અધિકારીઓને ધમકાવે છે!
બેટરી અને રિમોટ આધારિત ટોયઝ રાખતા નથી
રાજકોટ મનપા સેવા પુરી પાડવાનો ઉદેશ છે. રોજ નવું એક ટોયઝ મુકીએ છીએ એટલે બાળકને પણ એકનું એક ટોયઝ જોઇ પસંદગી ઉતરી ન જાય. સ્ટાન્ડર્ડ કંપનીના ટોયઝ રાખવામાં આવે છે. બેટરી અને રિમોટ આધારિત ટોયઝ અમે રાખતા નથી. પરંતુ એજ્યુકેશનલ પર્પઝમાં કામ આવે તેવા ટોયઝ રાખીએ છીએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, રાજકોટ