Rajkot News: ગુજરાતીઓમાં આજકાલ વિદેશ જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના એક યુવક સાથે વિચિત્ર ઘટના બની છે તે જાણીને તમરા હોંશ ઉડી જશે. આ યુવકને વિદેશ વેપાર માટે બોલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટઃ ગુજરાતીઓમાં આજકાલ વિદેશ જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના એક યુવક સાથે વિચિત્ર ઘટના બની છે તે જાણીને તમરા હોંશ ઉડી જશે. આ યુવકને વિદેશ વેપાર માટે બોલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આફ્રિકા ઉતરતાં જ યુવકને બાંધી દેવાયો
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના 80 ફૂટ રિંગરોડ પર આવેલા સત્યમ કોમ્પલેક્ષમાં રહેતા કેયુરભાઈ મલી નામના વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે. આ યુવાન 20 જાન્યુઆરીએ આફ્રિકા પહોંચ્યો હતો. તેમણે ન્યૂઝ18 ગુજરાતની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું આફ્રિકા ઉતર્યો ત્યારબાદ બિઝનેસના નામે મારું અપહરણ કરી લીધું હતું અને ત્યાં બાંધી દીધો હતો. ત્યારબાદ દોઢ કરોડ રૂપિયાની માંગણી કરી આ અંગે મારા પરિવારજનો સાથે વાતચીત કરાવી હતી. જો કે, છેલ્લે 30 લાખ રૂપિયામાં વાત સેટ કરી હતી. ત્યારબાદ મારા પરિવારજનોએ 30 લાખ રૂપિયા મોકલાવ્યા હતા અને પછી મને છોડી દેવામાં આવ્યો હતો.’
30 લાખમાં વાત સેટ કરીઃ પિતા
આ મામલે ભોગ બનનારના પિતા પ્રફુલ મલીએ જણાવ્યું હતું કે, ‘મારો પુત્ર આફ્રિકા પહોંચ્યા બાદ તેનો ફોન નહીં આવતા પોતે ચિંતિત બન્યા હતા અને તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઇ જવાબ ન મળતા ચિંતા વધુ ઘેરી બની હતી. બાદમાં અચાનક આફ્રિકાથી કોઇ અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, પુત્ર હેમખેમ પરત જોઇતો હોય તો દોઢ કરોડ રૂપિયા આપવા પડશે. ત્યારબાદ મેં તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધતા ક્રાઇમ બ્રાન્ચે આફ્રિકા પોલીસ સાથે સંકલન સાધ્યું હતું. તેમજ કિડનેપર્સને રંગેહાથ પકડવા કિમિયો અજમાવી દોઢ કરોડના બદલે 30 લાખની ખંડણી ચૂકવવા માટેની તૈયારી દર્શાવતા કિડનેપર્સ માની ગયો હતો. આ પછી આફ્રિકા પોલીસે લોકેશનના આધારે આ કિડનેપર્સને શોધી કાઢ્યાં હતા અને તે પહેલાં તેમને રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.’