Home /News /rajkot /આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો હાથ કાપી ભાજપના ખભા મજબૂત કર્યા, જાણો કઈ રીતે...

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો હાથ કાપી ભાજપના ખભા મજબૂત કર્યા, જાણો કઈ રીતે...

ગુજરાતમાં ભાજપની જીતમાં આપનો સિંહફાળો

Rajkot BJP: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ બેઠક પર કમળ ખિલવવા માટે આડકતરી રીતે આમ આદમી પાર્ટીનો કઈ રીતે સિંહફાળો રહ્યો છે આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં...

રાજકોટ: ગુરૂવારના રોજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરની 182 બેઠકોના પરિણામો સામે આવ્યા હતા. આ દરમિયાન ઘણી બેઠકો પર ચોકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતા ધોરાજીમાં પણ ભાજપનું કમળ ખીલ્યું છે. તો પરિણામ પૂર્વે કેટલીક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ નિષ્ક્રિય હાલતમાં પણ હોવાની ચર્ચા જાગી હતી. તેમ છતાં ઓછા મતદાનની વચ્ચે પણ મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે.

આ બેઠક પર આપ બીજા ક્રમાંકે રહી  • રાજકોટ દક્ષિણ વિધાનસભા

  • રાજકોટ ગ્રામ્ય વિધાનસભા

  • જસદણ વિધાનસભા

  • જેતપુર વિધાનસભા


આ બેઠક પર આપના કારણે ભાજપની જીત થઈ  • જસદણ વિધાનસભા

  • ધોરાજી વિધાનસભા


આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે

જસદણમાં ભાજપનો ભવ્ય વિજય થયો


જસદણ વિધાનસભાની વાત કરીએ તો 2017માં આ વિધાનસભા પર કોંગ્રેસનો પંજો ખીલ્યો હતો. જોકે કુંવરજી બાવળીયાએ કેસરિયા કરતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી બાવળીયાનો વિજય થયો હતો. આ વખતે જસદણ વિધાનસભામાં ગુરુ કુવરજી બાવળિયા સામે ચેલા ભોળાભાઈ ગોહિલ ચૂંટણી લડી રહ્યા હતા. જોકે આ વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ થતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા 47,636 મત મેળવીને બીજા ક્રમાંકે રહ્યા છે. જેના કારણે ભાજપના કુંવરજી બાવળિયા 16172 મતથી વિજયી બન્યા છે.

આ પણ વાંચો: 2027 સુધીમાં ભારતનાં રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃદ્ધિની અપેક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સભા પણ કરી હતી


આ સાથે બીજી તરફ ધોરાજી વિધાનસભાની વાત કરવામાં આવે તો 2017માં પાટીદાર અનામત આંદોલનના વેગે કોંગ્રેસના લલિત વસોયાને અહીં જવલંત વિજય અપાવ્યો હતો. જોકે 2022ની ચૂંટણીમાં છેક સુધી ભારતીય જનતા પાર્ટીએ આ સીટ પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત નહોતી કરી. જોકે અંતમાં પોતાના ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલિયાને જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સભા પણ કરી હતી. ત્યારે નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચાર, ભાજપના સંગઠન અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળેલા 29,794 મતના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા 11,878 મતથી વિજયી બન્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: AAP Gujarat, Election Results 2022, Rajkot News

विज्ञापन